For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલાવદરમાં પતિ-પત્ની અને ભાણકીની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ

12:47 PM Jan 15, 2024 IST | Bhumika
લાલાવદરમાં પતિ પત્ની અને ભાણકીની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ

ક્રૂર હત્યા બાદ લાશો કૂવામાં ફેંકી દીધાનું ખુલ્યું, આરોપીઓ પોલીસના સકંજામાં

Advertisement

અમરેલીના લાલાવદર ગામે વાડી વિસ્તારમાં કુવામાંથી મળેલ પતિ-પત્નિ અને ભાણકીની મૃતદેહના પોસ્ટમોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રીપોર્ટમાં ત્રણેયની હત્યા નિપજાવ્યાનો ઉલેખ્ખ આવતા પોલીસે ત્રીપલ મર્ડરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પતિ-પત્ની અને ભાણકીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશો કુવામાં ફેંકી દીધાનું જાહેર થતા પોલીસે આરોપીઓ સુધી પહોંચયા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. ત્યારે આ બનાવમાં આરોપીઓ પણ પોલીસના સંકજામાં આવી ગયા હોવાનું જાણવા મળેલ છે.

લાલાવદરમાં ટ્રીપલ મર્ડર કેસ નો ગુનો દાખલ કરવા પોલીસની તજવીજ લાલાવદરમાં દાળમાં તથા ચક્કરગઢની ત્રિ ભેટે આવેલો અંતરિયાળ વાડીમાં મુકેશ દેવરખીયા તેની પત્ની ભુરી દેવરખીયા આઠ વર્ષની ભાણકી જાનુ બેન દેવરખીયા ની કૂવામાંથી મળેલ લાશના પોસ્ટમોટમમાં ભેદ ખુલ્યો છે ત્રણેયની નિર્મમ હત્યા થયો હોવાનું ખુલ્યું છે જેથી રાત્રે લાલાવદરના ચોકચારી બનાવમાં ટ્રિપલ મર્ડરનો ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળેલ છે કૂવામાંથી લાશ મળ્યા બાદ ત્રણેયની ગતિ હત્યા થયાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને એલસીબી સામે આ પડકાર જનક કેસ આવ્યો છે જોકે અમરેલી એલસીબી અલ્પેશ પટેલ ની ટીમ દરેક ગુનાઓ ઉકેલવામાં સારી એવી નામના ધરાવે છે ત્યારે આ બનાવમાં ટીમ કામે લાગી ગઈ છે એસ.પી. હિમ કર સિંહ ના માર્ગદર્શનમાં અત્યારે ને શોધી પાડવામાં એલસીબી દ્વારા જાળબીજાવવામાં આવી છે આ કેસને સોલ્વ કરવા માટે પ્રશાંત લકડ તથા પીએસઆઇ હડિયા ને પણ કામે લગાડ્યા છે અને અત્યાર નો ભેદ ઉકેલવા આરોપીઓ બહુ નજીકમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement