For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શબ્દોના સથવારે સેલેબ્રલ પાલ્સી સામે સકારાત્મક જીવન

12:47 PM May 22, 2024 IST | Bhumika
શબ્દોના સથવારે સેલેબ્રલ પાલ્સી સામે સકારાત્મક જીવન
Advertisement

સુરતના ક્રિઝા મોણપરાએ હિમ્મત અને જુસ્સાથી 75% સેલેબ્રલ પાલ્સી સામે મેળવી છે જીત

ત્રણ પુસ્તકો, અગણિત કવિતાઓ લખી કલમના સથવારે ક્રિઝા મોણપરાએ બનાવી છે પોતાની આગવી ઓળખ

Advertisement

સુરતના મોણપરા પરિવારમાં છ મહિનાની ફૂલ જેવી દીકરીને તાવ આવ્યો અને અચાનક આંચકી શરૂ થઈ. દાદીમા જુએ છે, માતા-પિતાને જાણ કરે, ડોક્ટરને દેખાડે ત્યાં સુધીમાં તો આંચકીએ તે દીકરીનું જીવનભરનું સુખ જાણે આંચકી લીધું.ડોકટરને દેખાડ્યું તો સેરેબ્રલ પાલ્સી નામની બીમારીએ કબજો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું.સારવાર કરાવી,ઓપરેશન કરાવ્યું, હસતી, ખેલતી દીકરીના બંને પગ તેમજ હાથમાં પ્લાસ્ટર રાખવામાં આવ્યું પણ કોઈ કારી ફાવી નહીં.બંને પગ તેમજ એક હાથ કામ કરતો બંધ થયો.આ પરિસ્થિતિમાં જ દીકરીએ જીવન પસાર કરવું પડશે એ જાણી માતા-પિતાની સ્થિતિ કેવી થઈ હશે તે કલ્પના કરવી જ મુશ્કેલ છે,પરંતુ એ સમયે પરિવારજનોને ક્યાં ખબર હતી કે આ દીકરી ઓશિયાળુ જીવન જીવવાના બદલે અન્યને મદદરૂૂપ થવાના ઇરાદા સાથે હકારાત્મક વલણથી જીવવાની છે.આ દીકરી એટલે સુરતના ક્રિઝા મોણપરા.શારીરિક ખામીને અવગણીને કલમના સથવારે આજે તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે.

જન્મ અને ઉછેર સુરતમાં જ થયો.75 ટકા સેલેબ્રલ પલ્સીના કારણે નાનપણમાં માતા પિતાએ 3 ધોરણ સુધી સુતા સુતા પરીક્ષા અપાવી.આગળના વર્ગોમાં રાઇટરની મદદથી પરીક્ષા આપી.શારીરિક તકલીફના કારણે ઘરમાં રહેવાનું વધારે બનતું જેથી તેઓએ પોતાની લાગણીઓ શબ્દોમાં ઢાળવાનું શરૂૂ કર્યું.કવિતાઓ લખવાનું શરૂૂ કર્યું.પોતાની જાતે ઊભા ન થઈ શકાય,બેસી ન શકાય, કોઈના સથવારા વગર બહાર જઈ ન શકાય અને મોટા ભાગનો સમય વ્હીલચેરમાં પસાર કરવાનો હોય ત્યારે વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય? માણસ જરૂૂર નાસીપાસ થઈ જાય,પણ ક્રિઝાએ પોતાની ખામીને અવગણીને હિંમત અને જુસ્સા વડે સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે.આ માટે તેઓને માતા,પિતા,બંને ભાઈનો ખૂબ સહકાર મળ્યો છે.તે હંમેશા ડીસેબલ લોકોને મોટિવેટ કરે છે.તેના મિત્ર વર્તુળમાં પણ નોર્મલ લોકો જ છે જેથી પોતાને ક્યારેય ખામીનો અહેસાસ થયો નથી. ક્રિઝા જણાવે છે કે મારા પર ભગવાનના ઘણા આશીર્વાદ છે કે મને સારા મિત્રોનો સાથ મળ્યો છે.મારા બધા મિત્રો મને નોર્મલ ગણીને જ સાથ આપે છે.ક્યાંય પણ બહાર જવું હોય કે કોઈ મદદની જરૂૂર હોય તો અડધી રાત્રે પણ મિત્રો હાજર થાય છે.તેઓ ફ્રી લાન્સ લખે છે 3 પુસ્તકો પ્રકાશિત થયાં છે. મનનો મેળાપ,સામર્થ્યવાન જેમાં દિવ્યંગોના જીવનની વાતો છે.સ્નેહની કલમે પુસ્તક અન્ય દિવ્યાંગ સખી સ્નેહલ પંડ્યા સાથે મળીને લખ્યું છે.પોતાની આંગળીઓથી ટાઈપિંગ ન કરી શકનાર કે આંગળીઓથી લખવા સક્ષમ ન હોવાથી ગૂગલ વોઇસથી ટાઈપિંગ કરી, પ્રૂફ રીડિંગ કરી પ્રિન્ટ કરાવે છે.અગણિત કવિતાઓ લખનાર અને શબ્દો સાથે મૈત્રી કરનાર ક્રિઝાને પોતાની યુ ટ્યુબ ચેનલ શરૂૂ કરવી છે અને પોતાના જેવા લોકોને મદદ કરવી છે. ચોથી બુક પણ ટૂંક સમયમાં પબ્લિશ થનાર છે ત્યારે ક્રિઝા મોણપરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

સોશિયલ મીડિયા થકી મળ્યા અનેક મિત્રો
આજે લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે ત્યારે ક્રિઝા માટે સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ બન્યું છે.પોતાના જેવી મર્યાદા ધરાવતા અને પોતાના જેવા રસ ધરાવતા અન્ય લોકોને મળવાનું બન્યું.તેણી જણાવે છે કે સોશિયલ મીડિયા પર મળેલા આવા જ મિત્ર નિખિલ ભાવસારે એક પ્લેટફોર્મ આપ્યું જેના કારણે હું લખતી થઈ. માનસી પટેલ, કૃપા લોઢિયા, સ્નેહલ પરમાર,પાર્થ રાઠોડ, દિવ્યા, ચાંદની સહિતના અનેક મિત્રો સોશિયલ મીડિયા થકી મળ્યા. આજે સાહિત્યના અનેક ગ્રુપોમાં તેઓ મેમ્બર છે.

ચમત્કાર બુકના સેશનના કારણે આવ્યો અદ્ભુત બદલાવ
રોન્ડા બર્ન લિખિત ધ મેજિક બુકનું ગુજરાતી અનુવાદ એટલે કે ચમત્કાર બુકના નિયમિત સેશન ચાલે છે.બુક વાંચ્યા બાદ અને નિયમિત સેશન કર્યા પછી જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો છે.તેઓ જણાવે છે કે,હું પહેલે થી મેડિટેશન વગેરે કરતી હતી પણ ચમત્કાર બુકના સેશન એટેન્ડ કર્યા બાદ હું ખૂબ પોઝિટિવ બની છું.અનેક સપનાઓ પૂરા થયા છે.મે મારા માટે જીવવાનું શરૂૂ કર્યું છે. અન્ય ડિસેબિલિટી ધરાવતા લોકોને એટલું જ કહેવાનું કે મનમાંથી કાઢી નાખો કે તમારામાં ખામી છે. સામાન્ય માણસની જેમ જીવન અને જોશ અને ઉમંગથી જીવો.

written by: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement