ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થિત બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સોમવારે પોલીસે જુદા જુદા સ્થળોએ ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠીઓ પર દરોડાઓ પાડી, વ્યાપક પ્રમાણમાં દારૂૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂૂ સામે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગમાં હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા વિપુલભાઈ હેરભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા વિસ્તારમાં આવેલી નેસ - ઝર ખાતેથી પોલીસે ધામણીનેશ વિસ્તારના રહીશ જયેશ કારા રબારી દ્વારા દેશી દારૂૂની ભઠ્ઠી ચલાવી, અહીં રાખવામાં આવેલો 3,000 લીટર દેશી દારૂૂ બનાવવાનો આથો, 120 લીટર દેશી દારૂૂ, સહિત કુલ રૂૂપિયા 8400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં પોલીસે આ જ સ્થળેથી કમલેશ રામા રબારી દ્વારા દેશી દારૂૂની પ્રવૃત્તિ હાથ ધરતા અહીં દારૂૂ સહિત રૂૂ. 6,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે આ દરોડા દરમિયાન બંને આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા. જે અંગે પોલીસે કુલ રૂૂપિયા 14,700 નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, અને એમ.કે. ગઢવી, પી.આર કારાવદરા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.