For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ પંથકની ચોરીના આરોપીઓને રાજકોટ-મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવાયા

11:45 AM Dec 25, 2023 IST | Sejal barot
ભાણવડ પંથકની ચોરીના આરોપીઓને રાજકોટ મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવાયા

ભાણવડ પંથકમાં થોડા સમય પૂર્વે થયેલી ઘરફોડ ચોરીમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા બે લવમુંછીયા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના હાથલા વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક રહેણાંક મકાનમાં ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસ મથકમાં આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં તપાસનીસ પી.એસ.આઈ. એમ.કે. ગઢવી તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા તથા કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજા દ્વારા મોબાઈલ લોકેશન સહિતની કામગીરીમાં મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના ગોવિંદ પુનિયાભાઈ બામનીયા (ઉ.વ. 19) અને આ જ વિસ્તારના રહીશ સરદાર જેન્દુભાઈ મેહડા (ઉ.વ. 19) નામના બે ભીલ શખ્સોને મધ્યપ્રદેશ તથા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement