સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે પોરબંદરનો યુવક ઝડપાયો

11:18 AM Jun 14, 2024 IST | admin
Advertisement

પાસપોર્ટમાં વલસાડનું સરનામું નીકળતા પોલીસ હવાલે કરાયો

Advertisement

સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જવા માંગતો વધુ એક યુવક ઝડપાયો છે. આ મામલે ઇમિગ્રેશન અધિકારીએ ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસે પોરબંદરના યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ આરોપીએ કોની પાસેથી પાસપોર્ટ બનાવ્યો?, બોગસ પાસપોર્ટ બનાવવા દસ્તાવેજ ક્યાંથી મળ્યા?, આરોપી સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે?

સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન 10થી વધુ યુવકો આ રીતે બોગસ પાસપોર્ટના આધારે ઝડપાઇ ચૂક્યા છે

.
જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત તરફના હોવાનું જાણવા મળ્યું છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી જગસેશન સુંદર પોતાનું કામ કરી રહ્યાં હતા. ત્યારે ઇમિગ્રેશન કરાવવા રામ રાજુ બેગોન નામની વ્યક્તિ આવી હતી અને તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ હતો. જેથી જગસેશનને શંકા ગઇ હતી. જેથી તેણે પાસપોર્ટ અંગે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, પાસપોર્ટ બોગસ છે.

ત્યારબાદ તેમણે સિક્યુરિટી અધિકારીને બોલાવીની યુવકની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા પોતાનું નામ દિલીપ રાજુભાઇ મોઢવાડિયા (રહે. વિવેકાનંદર સ્કૂલ પાસે, પોરબંદર) હોવાનું જણાવ્યું હતું. પાસપોર્ટમાં તેનુ સરનામું વલસાડ હોવાનું જાણવા મળ્યું હતુ.

Tags :
fake passportsgujaratgujarat newsPorbandar
Advertisement
Next Article
Advertisement