For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંગાળ પાકિસ્તાનની પરમાણુ ઘેલછા, અણુશસ્ત્રો પાછળ 1 અબજ ડોલરનો ખર્ચ

11:17 AM Jun 18, 2024 IST | Bhumika
કંગાળ પાકિસ્તાનની પરમાણુ ઘેલછા  અણુશસ્ત્રો પાછળ 1 અબજ ડોલરનો ખર્ચ
Advertisement

વિશ્ર્વ સમક્ષ લોન માટે હાથ જોડતું પાક. શસ્ત્રદોડમાં આગળ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત નાજૂક છે. વિદેશી હુંડિયામણના અભાવે રોજ બરોજની જીવન જરુરિયાતી ચીજ વસ્તુઓ ખરીદવાના પણ ફાંફાં પડે ત્યારે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (આઇએમએફ) જેવી વિશ્વ સંસ્થાઓ પાસે લોન માટે હાથ જોડવા પડે છે. મોંઘવારી અને બેકારીએ માઝા મુકી છે તેમ છતાં પરમાણુ શસ્ત્રોની ઘેલછા ઘટી નથી.

Advertisement

પરમાણુ હથિયારો પર નિયંત્રણ માટે અભિયાન ચલાવતા આઇકન નામના સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં પરમાણુ સમ્પન દેશો અણુ સંશોધન પાછળના ખર્ચમાં વધારો કરી રહયા છે નવાઇની વાત તો એ છે કે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાને પણ 1 અબજ ડોલર જેટલી રકમ એક વર્ષમાં પરમાણુ શસ્ત્રો પાછળ ખર્ચ કર્યા છે. વર્ષ 2023માં પરમાણુ ખર્ટ 13 ટકા વધીને 91.4 અબજ ડોલર થયો છે. અમેરિકા પછી ચીન 11.9 અબજ ડોલરના ખર્ચ સાથે પરમાણુ શસ્ત્રો પાછળના ખર્ચમાં બીજા ક્મે છે.જો કે અમેરિકાના 51.5 અબજ ડોલરના ખર્ચની સરખામણીમાં ચીન ઘણુ પાછળ છે. રશિયા અણુ સંશોધન ખર્ચમાં 8.3 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે અને ફ્રાંસ 6.1 ડોલરના ખર્ચ સાથે ત્રીજા ક્રમે છે.

ભારત 2023માં 2.7 અબજ ડોલરનો ખર્ચ કરીને સાતમા સ્થાને છે, ઇઝરાયેલ ભારત પછી 1.1 અબજ ડોલરનો ખર્ચ પરમાણુ શસ્ત્રો પાછળ કરી રહયું છે. ભારતની પરમાણુ હથિયારો અને સંશોધન કરવાની ક્ષમતા પાકિસ્તાન કરતા બમણી છે. શસ્ત્રોના બજાર પર વોચ રાખતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટના જણાવ્યા અનુસાર ભારત પાસે 172 પરમાણુ બોંબ બનાવવાની ક્ષમતા છે અથવા તો બનાવી લીધા છે જયારે પાકિસ્તાનની આ ક્ષમતા 170 પરમાણુ બોંબની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement