For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગર બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની ઈફેક્ટ અને જ્ઞાતિના ધ્રુવિકરણમાં મતદારોનો મૂડ પારખવામાં રાજકીય પંડિતો ક્ધફ્યુઝ

12:05 PM May 08, 2024 IST | Bhumika
જામનગર બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની ઈફેક્ટ અને જ્ઞાતિના ધ્રુવિકરણમાં મતદારોનો મૂડ પારખવામાં રાજકીય પંડિતો ક્ધફ્યુઝ
Advertisement

એક તરફી ગણાતી લડાઈ ક્ષત્રિય આંદોલનના કારણે કાંટેકી ટક્કર જેવી બની જતાં ખુદ વડાપ્રધાને જામસાહેબ પાસે જઈ ‘પાઘડી’ પહેરવી પડી

પાટીદાર-ક્ષત્રિય મતો વિમુખ થયા હોય તો ભાજપને ભોં બચાવવી મુશ્કેલ, મોદીનો કરિશ્મા ચાલ્યો હશે તો પૂનમબેનની હેટ્રિક સાથે મિનિસ્ટ્રી પાક્કી

Advertisement

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે પરંતુ મતદાનની ઘટેલી ટકાવારીના કારણે રાજકીય પંડીતો ગોટે ચડ્યા છે. ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ ઈફેક્ટ વાળી જામનગર બેઠક ઉપર ભાજપના કદાવાર ઉમેદવાર પૂનમબેન માડમ ત્રિજીવખત ચુંટાશે કે પછી કોંગ્રેસના નવા નિશાળિયા જેવા જે.પી. મારવિયા જાયન્ટ કિલર સાબિત થશે તે તરફ સૌની નજર મંડાયેલ છે. સૌરાષ્ટ્રમાં હાલ જામનગરની બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અને પૂનમબેનનું શું થશે ? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.
આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી એન ક્ષત્રિય આંદોલનની અસર ફાળવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને પડ્યા હતા અને જામસાહેબ પાસે જઈ પાઘડી પહેરી હતી. જો કે, આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની અસર ઉપરાંત જ્ઞાતિના ધ્રૃવીકરણમાં મતદારોનો મુડ પારખવામાં રાજકીય પંડીતો પણ ક્ધફ્યુઝ જણાઈ રહ્યા છે. એક વર્ગ એવું માને છે કે, ક્ષત્રિય મતદારો ભાજપની વિરુદ્ધમાં હતાં સામાપક્ષે કોંગ્રેસે ભાજપના આહિર ઉમેદવાર સામે લેઉવા પટેલ ઉમેદવાર ઉતાર્યા હોવાથી જો લેઉવા પટેલ મતદારોનું પણ કોંગ્રેસ તરફી ધ્રૃવિકરણ થયું હોય અને મુસ્લિમ તથા દલિત મતદારો પણ કોંગ્રેસ તરફે ગયા હોય તો ભાજપને જામનગરની જમીન બચાવી મુશ્કેલ પડી શકે તેમ છે.

જ્યારે બીજો એક વર્ગ સ્પષ્ટપણે કહે છે કે, લોકસભાની આ ચૂંટણી માત્ર મોદીના ચહેરા ઉપર લડાઈ હોય સ્થાનિક ઉમેદવાર ગૌણ બની જાય છે અને મોદી પાસે મત માંગવા જેવા ઘણા મુદ્દા હતાં ખાસ કરીને હિન્દુત્વના આધારે ભાજપ તરફી મતદાન થયું છે. અને મોદીનો કરિશ્મા ચાલ્યો તો પૂનમબેનની હેટ્રીક સાથે કેન્દ્રીયમંત્રી મંડળમાં પણ એન્ટ્રી પાક્કી માનવામાં આવી ગઈ છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પહેલા એક તરફી લાગતી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસીભરી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને જામનગરમાં ખરાખરીનો જંગ જામ્યો હતો. ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે, પણ વોટિંગ પેટર્ન પરથી અમુક સંકેતો મળી રહ્યા છે.

જામનગર લોકસભા સીટમાં 7 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડ, જામનગર રુરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી આહિર નેતા પૂનમ માડમ તો કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર જે પી મારવિયા મેદાનમાં હતા. આ લોકસભા સીટમાં કુલ 18.18 લાખ મતદાતાઓ છે.

જામનગર શહેરમાં આવતી જામનગર નોર્થ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી હોવાના વાવડ છે. અહીંથી ભાજપમાંથી રીવાબા જાડેજા ધારાસભ્ય છે. આ સીટ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય મતદાતાઓ પણ છે. પણ અહીં શહેર વિસ્તાર હોવાથી વિકાસના કામથી અંજાયા હોવાથી આંદોલનની અસર કેટલી થઈ હશે એ જોવું રહ્યું. બીજી એક વાત એ પણ છે કે ક્ષત્રિય મતદાતાઓએ કોંગ્રેસ તરફ મતદાન કર્યું હોય તો અન્ય જ્ઞાતિના લોકો ભાજપ તરફ ખેંચાયા હોય તો નવાઈ નહીં.નિષ્ણાતોના મતે જામનગર સાઉથ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસને અનુમાન લગાવવામાં મુશ્કેલી લાગી રહી છે. આ સીટ ભરેલા નાળિયેર સમાન છે. અહીંથી જે પાર્ટીને લીડ મળશે તે જામનગર લોકસભા સીટ પર વિજેતા જાહેર થઈ શકે છે. આ સિવાય મુસ્લિમ સમુદાયે કેટલા પ્રમાણમાં વોટિંગ કર્યું છે એ પણ એક ફેક્ટર જોવું રહ્યું. ગઈ ચૂંટણીમાં આ સીટ પર પૂનમ માડમનો 5.91 લાખ મત મળ્યા હતા અને તેમનો 2.36 લાખના મતથી વિજય થયો હતો. જ્યારે આ વખતે આવું એક તરફી પરિણામ આવવાની કોઈ જ શક્યતા નથી. જે પણ જીતશે બહુ જ પાતળી સરસાઈથી જીતશે.

કાલાવડ, જામનગર રુરલ અને જામ જોધપુર કોંગ્રેસ તરફી મતદાનનો સંકેત
જામનગર લોકસભામાં આવતી ત્રણ વિધાનસભા સીટ કાલાવડ, જામનગર રુરલ અને જામ જોધપુરમાં ક્ષત્રિય મતદાતોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. આ સિવાય આ સીટ પર પાટીદાર મતદારોનું પણ પ્રભુત્વ છે. અહીં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જે પી મારવિયાના સમર્થનમાં મત પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે. મતદાન શરૂૂ થયું ત્યારથી જ મોટા પ્રમાણમાં અહીં મતદારોની લાઈનો લાગી હતી. સાંજના પાંચ વાગ્યામાં સુધીમાં કાલાવડ, જામ જોધપુર અને જામનગર રુરલ એમ ત્રણ સીટ પર મળીને કુલ 3.85 લાખ મત પડ્યા હતા.

ખંભાળિયા, દ્વારકામાં પૂનમ માડમના પડખે
આહિર મતદાતાઓના પ્રભુત્વાળી વિધાનસભા સીટ ખંભાળિયા અને દ્વારકામાં ભાજપના પૂનમબેન માડમ તરફથી મોટાપાયે મતદાન થયાનું કહેવાઈ રહ્યું છે. પોતાના સમાજના ઉમેદવારને હારથી બચાવવા માટે આહિર સમાજના મતદાતાઓએ વોટિંગ કર્યાની વાત સામે આવી રહી છે. બીજું કે ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા સીટ મતદાતાઓની સંખ્યા વધુ છે. એટલે અહીં મતદાનની ટકાવારી ઓછી હોવા થતાં કુલ મતદાનમાં વધુ અસર કરી શકે છે. મતદાનની શરૂૂઆત અહીં ધીમી રહી હતી, પાછળથી ખાસ્સી સંખ્યામાં મતો પડ્યા હતા. સાંજના પાંચ વાગ્યામાં સુધીમાં ખંભાળિયા, દ્વારકા એમ બે સીટમાં મળીને કુલ 2.93 લાખ મત પડ્યા હતા.


Advertisement
Tags :
Advertisement
Advertisement