For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પડધરીના વિસામણ ગામના યુવાનની પોલીસે ફરિયાદ નહીં લેતા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

01:50 PM May 16, 2024 IST | Bhumika
પડધરીના વિસામણ ગામના યુવાનની પોલીસે ફરિયાદ નહીં લેતા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
Advertisement

પડધરી તાલુકાના વિસામણ ગામે પાડોશમાં રહેતો શખ્સ માતાને ગાળો ભાંડી ત્રાસ આપતો હોવાનું યુવાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. પરંતુ પોલીસે ફરિયાદ નહીં નોંધતા નારાજ થયેલા યુવાને ઘરે પરત ફરી નાના ભાઈને વિડિયો કોલ કરી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરે તે પૂર્વે જ પરિવારે યુવકનો જીવ બચાવી સારવાર માટે ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના વિસામણ ગામે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા દિલીપ કિશોરભાઈ ડાંગર નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે ખાતે દોડી આવ્યો હતો.

Advertisement

પ્રાથમિક પુછપરછમાં દિલીપ ડાંગર બે ભાઈમાં મોટો છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપ ડાંગરની પાડોશમાં રહેતા કૌટુંબીક સગા જયસુખભાઈ દાનાભાઈ ડાંગર નજીવા પ્રશ્ર્ને દિલીપ ડાંગરની માતા મુકતાબેનને ગાળો દેતો હતો જે અંગે દિલીપ ડાંગર, જયસુખ ડાંગર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયો હતો. પરંતુ પોલીસે ફરિયાદ નહીં લેતાં નિરાશ થયેલા દિલીપ ડાંગરે ઘરે આવી નાના ભાઈને વિડિયો કોલ કરી ગળેફાંસો ખાઈ લીધો હતો. ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરે તે પહેલા જ પરિવારે દિલીપ ડાંગરનો જીવ બચાવી સારવાર માટે ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement