For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાહના છેડછાડ વીડિયો મામલે ફરિયાદ પછી પોલીસ એક્શનમાં

11:17 AM Apr 29, 2024 IST | Bhumika
શાહના છેડછાડ વીડિયો મામલે ફરિયાદ પછી પોલીસ એક્શનમાં
  • અનામત ખતમ કરવા મામલે એડિટેડ વીડિયો બહાર આવતાં ગૃહમંત્રાલય, ભાજપની ફરિયાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના છેડછાડ વીડિયો કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભાજપની ફરિયાદને આધારે પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે.
દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને બે ફરિયાદો મળી હતી. એક ફરિયાદ ભાજપે કરી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલયે કરી હતી. ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાયબર વિંગ આઈએફએસઓ યુનિટે એફઆઈઆર નોંધી છે.

Advertisement

અમિત શાહનો છેડછાડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી/એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી અને આ વીડિયો નકલી છે. તેમણે મૂળે કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલા ગેરબંધારણીય અનામતને હટાવી દેશે. અમને દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો મળી રહી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આ બધી ફરિયાદો પર એફઆઈઆર નોંધવામાં આવે. પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય અનામત હટાવવાની ચર્ચા કરી હતી. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઇને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. વળી, આ એડિટેડ વીડિયોને કયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે તે અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement