For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ નજીક કૌટુંબિક કાકા-ભત્રીજીનું વિષપાન

01:41 PM May 16, 2024 IST | Bhumika
રાજકોટ નજીક કૌટુંબિક કાકા ભત્રીજીનું વિષપાન
Advertisement

40 વર્ષનો આધેડ 13 વર્ષની પુત્રીને ભગાડી ગયાનો પરિવારનો આક્ષેપ: પુત્ર માટે તરુણીની પસંદગી કર્યાનું યુવકનું રટણ

રાજકોટની ભાગોળે સાત હનુમાન ઢોરા પાસે કૌટુંબીક કાકા ભત્રીજીએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. કાકા-ભત્રીજીને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. 13 વર્ષની પુત્રીને કૌટુંબીક કાકો ભગાડી ગયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જ્યારે હોસ્પિટલનાં બીછાને સારવાર લઈ રહેલા યુવાને તરૂણીને ભગાડી ગયાની નહીં પરંતુ પુત્ર માટે પસંદગી કરી હોવાનું રટણ કરી રહ્યો છે. પોલીસે આક્ષેપોને પગલે કાનૂની તપાસનો દૌર લંબાવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં ધમલપર ગામે રહેતા દિનેશ જકશીભાઈ સાડમીયા (ઉ.40) અને ચોટીલામાં રહેતી તેની કૌટુંબીક ભત્રીજી મીનાબેન ભુપતભાઈ સાડમીયા (ઉ.13) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ નજીક કુવાડવા રોડ પર આવેલ સાત હનુમાન ચોકડી પાસે હતાં ત્યારે સજોડે ઝેરી દવા પી લીધી હતી. કૌટુંબીક કાકા ભત્રીજીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે સજોડે ઝેરી દવા પી લેનાર કૌટુંબીક કાકા ભત્રીજીના નિવેદનો નોંધ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં દિનેશ સાડમીયા અને મીનાબેન સાડમીયા કૌટુંબીક કાકા ભત્રીજી થાય છે. દિનેશ સાડમીયાને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે. દિનેશ સાડમીયા મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સજોડે ઝેરી દવા પી લેનાર ધમલપરના દિનેશ સાડમીયાને ચોટીલાની મીનાબેન સાડમીયા ગઈકાલે બન્ને ચોટીલાથી ભાગીને રાજકોટ આવ્યા હતાં.

પુત્રી લાપત્તા થતાં આ અંગે પરિવારે ચોટીલા પોલીસને જાણ કરી હતી અને પરિવાર પુત્રીની શોધખોળ કરી રહ્યો હતો. તે દરમિયાન 13 વર્ષની પુત્રી અને તેનો કૌટુંબીક કાકા દિનેશ સાડમીયા સાત હનુમાન ચોકડી પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવતાં સારવાર માટે ખસેડાયા હતાં. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલી સગીરાના પરિવારે આક્ષેપ કર્યો છે કે દિનેશ સાડમીયા 13 વર્ષની પુત્રીને ભગાડી ગયો છે. જ્યારે ઝેરી દવા પી લેનાર દિનેશ સાડમીયા 13 વર્ષની તરૂણીને પોતાના માટે નહીં પરંતુ પુત્ર માટે પસંદગી કરી હતી અને તરૂણી ગઈકાલે ભાગીને તેની પાસે આવી હોવાનું આક્ષેપ કર્યો છે. આ અંગે પોલીસે બન્ને પક્ષે થયેલા આક્ષેપોને પગલે તપાસનો દૌર લંબાવ્યો છે. પોલીસ બન્નેં પક્ષના નિવેદનો નોંધી અને સત્ય ઘટના શું છે ? તે જાણવા પ્રયાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement