For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવી સરકાર બનતા જ PM મોદીએ લીધો આ મોટો નિર્ણય, ખેડૂતોને થશે 9.3 કરોડનો ફાયદો

01:07 PM Jun 10, 2024 IST | Bhumika
નવી સરકાર બનતા જ pm મોદીએ લીધો આ મોટો નિર્ણય  ખેડૂતોને થશે 9 3 કરોડનો ફાયદો
Advertisement

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. PM મોદીએ આજે (10 જૂન, 2024) કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદીએ દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 16મો હપ્તો જાહેર કર્યો હતો.

Advertisement

PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?
કેન્દ્ર સરકારની PM કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન સન્માન નિધિ) હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે દર ચાર મહિને.

Advertisement
Tags :
Advertisement
Advertisement