For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળા પ્રવેશોત્સવ વખતે બાળકોને તિથિ ભોજન આપવાનું આયોજન

05:22 PM Jun 21, 2024 IST | admin
શાળા પ્રવેશોત્સવ વખતે બાળકોને તિથિ ભોજન આપવાનું આયોજન

સ્થાનિક દાતાઓની મદદ લેવા તંત્રને અપાયેલી સૂચના

Advertisement

રાજ્યમાં 26 જૂનથી ત્રણ દિવસ માટે ક્ધયા કેળવણી મહોત્વસ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીથી લઈને અધિકારીઓ રાજ્યની જુદી જુદી સરકારી પ્રાથમિક સ્કૂલોની મુલાકાત લેશે. જેથી આ દરમિયાન સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવે તે માટે પીએમ પોષણ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાઓને સૂચન કરાયું છે.

ગામમાં તહેવારો, જન્મદિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી વખતે દાતાઓ દ્વારા તિથિ ભોજન કરાવવાની પરંપરા છે, ત્યારે શાળા પ્રવેશોત્સવ વખતે પણ પીએમ પોષણ યોજના અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવે તે માટે આયોજન કરવા જણાવાયું છે. આ માટે સ્થાનિક દાતાઓની મદદ લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષનું શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આગામી 26 જૂનથી 28 જુન દરમિયાન યોજનાર છે.
રાજ્યમાં આવેલી તમામ સરકારી શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નાસ્તો તથા બપોરનું ભોજન પીરસવામાં આવે છે.

Advertisement

આગામી ક્ધયા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ સમયે બાળકોને પ્રોત્સાહન આપવા દાતાઓ દ્વારા તિથિ ભોજન આપવામાં આવે તે માટે પીએમ પોષણ યોજના કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પત્ર લખી સૂચન કરાયું છે. ગુજરાત રાજ્યમાં શાળાના બાળકોને જુદા જુદા તહેવારો, જન્મ દિવસ ઉજવણી તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના દાતાઓ, શ્રેષ્ઠીઓ તેમજ ગામના આગેવાનો તરફથી તિથિ ભોજન આપવામાં આવતો હોય છે. જેથી આ જ રીતે આગામી 26 જૂનથી 28 જૂન દરમિયાન યોજાનારા ક્ધયાકેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે તિથી ભોજન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement