For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઇ જતું વિમાન ગુમ

11:18 AM Jun 11, 2024 IST | Bhumika
માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઇ જતું વિમાન ગુમ
Advertisement

માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાને લઈ જતું લશ્કરી વિમાન ગઇકાલે સવારે ઊતરવામાં નિષ્ફળ જતાં ગુમ થઈ ગયું હતું. એરક્રાફ્ટ રડારથી ગાયબ થઈ ગયા પછી તેનો સંપર્ક કરવાના ઉડ્ડયન અધિકારીઓના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે.

51 વર્ષીય ચિલિમા અને અન્ય નવ લોકો પ્લેનમાં સવાર હતા, જે સ્થાનિક સમય મુજબ સવારે 9:00 વાગ્યા પછી જ ઉડાન ભરી હતી.નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય દળોને વિમાનને શોધવા માટે માટે તાત્કાલિક સર્ચ ઓપરેશન અને બચાવ કામગીરી શરૂૂ કરવાનો આદેશ આપ્યો છે.ચકવેરા, જેઓ કાર્યકારી સફર માટે બહામાસની મુલાકાત લેવાના હતા તેમને ત્યારથી તેમની મુલાકાત રદ કરી દીધી છે.
2022માં, ચિલિમાની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટિશ-માલાવીના ઉદ્યોગપતિને સંડોવતા લાંચ કૌભાંડમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગયા મહિને, માલાવીયાની અદાલતે ચિલીમા સામેના આરોપોને ફગાવી દીધા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement