For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિયુષ બારૈયાએ 10.08 મિનિટમાં સર કર્યો ઓસમ ડુંગર

12:12 PM Jan 01, 2024 IST | Sejal barot
પિયુષ બારૈયાએ 10 08 મિનિટમાં સર કર્યો ઓસમ ડુંગર

પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે ‘ચતુર્થ ઓસમ આરોહણ - અવરોહણ સ્પર્ધા’નો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા દ્વારા ઓસમ ડુંગર તળેટી, પાટણવાવ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને 300 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો.
આ ઓસમ આરોહણ સ્પર્ધામાં ભાઈઓમાં 10.08 મિનિટ સાથે પિયુષ બારૈયા, દ્વિતીય ક્રમાંકે 10.19 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.21 મિનિટ સાથે વિહાર મારવાણિયા તેમજ બહેનોમાં 12.37 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળીયા, દ્વિતીય ક્રમાંકે 12.50 મિનિટ સાથે રવિના લાઠીયા અને તૃતીય ક્રમાંકે 12.55 મિનિટ સાથે શિલ્પા બારૈયા વિજેતા થયા હતા.
આ તકે ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ ભાગ લેનારને અભિનંદન આપતા જણાવ્યું કે, ‘ભારત તથા ગુજરાતના રમત ગમતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા હર હંમેશ સરકારશ્રીના પ્રયત્ન રહે છે.
સ્પોર્ટ્સથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, ભાઈચારો વધે અને ખેલદિલીની ભાવના વિકસે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પ્રોત્સાહક ઉદબોધન કરી સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તૃતિય નંબરને રૂા. 15,000/- એમ કુલ મળી 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂા.2,34,000/- ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિજેતા ખેલાડીઓ આગામી તા.07. 01.2024 ના રોજ યોજાનારી ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement