For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ તોડકાંડના સૂત્રધાર પીઆઈ તરલ ભટ્ટ ઝડપાયા

02:07 PM Feb 02, 2024 IST | Bhumika
જૂનાગઢ તોડકાંડના સૂત્રધાર પીઆઈ તરલ ભટ્ટ ઝડપાયા

ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર જીએસટી ભરતા વેપારીઓના બેંકખાતા ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવાના નામે કરોડો રૂપિયાના તોડકાંડના માસ્ટરમાઈન્ડ મનાતા માણાવદરના સસ્પેન્ડ સીપીઆઈ તરલ ભટ્ટની અંતે અમદાવાદ રીંગરોડ પરથી એટીએસે ધરપકડ કરી સઘન પુછપરછ શરૂ કરી છે અને તેને એટીએસના હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે.

Advertisement

જૂનાગઢમાંથી તાજેતરમાં જ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દિપક જાની તેમજ માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ સામે તોડકાંડનો ગુનો નોંધાયો હતો. જેમાં વેપારીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી તેમના સંપર્ક કરી ખાતા અનફ્રીઝ કરાવવાના નામે 20થી 25 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવતો હતો. જો કોઈ વેપારી પૈસા આપવાની આનાકાની કરે તો ઈડી દ્વારા દરોડા પાડવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
આ તોડ કાંડના મામલે કેરેલાના વેપારીએ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા સમક્ષ ફરિયાદ કરતા આખુ કૌભાંડ બહાર આવ્યું હતું અને સૌ પ્રથમ જૂનાગઢ એસઓજી પીઆઈ એ.એમ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. બીજી બાજુ 26મી જાન્યુઆરીએ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ જૂનાગઢની મુલાકાત લીધી હતી અને તેમના ધ્યાન ઉપર આ આ કૌભાંડ આવતા તાત્કાલીક ગુનો દાખલ કરવા આદેશ આપ્યા હતાં.

જેના આધારે રેન્જ આઈજીના રીડર એસ.એન. ગોહિલ સરકાર પક્ષે ફરિયાદી બની એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ અને એસઓજી એએસઆઈ દિપક જગજીવન જાની સામે ખંડણી, પૂર્વયોજિત કાવતરું અને ભ્રષ્ટાચારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ તરલભટ્ટને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતાં. ગુનો નોંધ્યાની જાણ થતા જ બે પીઆઈ સહિતના ત્રણેય કર્મચારીઓ ભુગર્ભમાં ઉતરી ગયા હતાં.
આ પ્રકરણની તપાસ એટીએસને સોંપાયા બાદ ગઈકાલે એટીએસના વડા દિપેન ભદ્રને અમદાવાદ શિવમ રેસીડેન્સીમાં આવેલ તરલભટ્ટના ફ્લેટ ઉપર દરોડા પાડી જરૂરી ડોક્યુમેન્ટ અને દસ્તાવેજો કબ્જે કર્યા હતા અને તરલભટ્ટદની માહિતી મેળવ્યા બાદ આજે સવારે અમદાવાદ રિંગરોડ પર ગુપ્ત ઓપરેશન પાર પાડી તરલભટ્ટને ઝડપી લેવામાં આવેલ છે. અને તેને એટીએસ હેડ ક્વોટર ખાતે લઈ જઈ પુછપરછ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement