સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

માધવપુરા સટ્ટા કેસમાં PI તરલ ભટ્ટ અને ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

11:59 AM Jun 21, 2024 IST | admin
Advertisement

અમદાવાદ માધવપુરા સટ્ટાકાંડમાં તોડ કરનાર પીઆઇ તરલ ભટ્ટ અને અમરેલી, નર્મદા અને પોરબંદરના કોન્સ્ટેબલને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરી દીધા છે. જુનાગઢ તોડકાંડ બાદ પીઆઇ તરલ ભટ્ટ સામે વધુ એક વખત સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ છે. માધવપુરા સટ્ટા કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્તરાયને સોંપાઇ હતી.

Advertisement

રાજ્યના સૌથી મોટા મનાતા 2 હજાર કરોડના કિક્રેટ સટ્ટા બેટિંગ અને હવાલાકાંડની તપાસમાં તરલ ભટ્ટ ભેરવાઈ ગયા છે. માધવપુરા સટ્ટાકાંડ મામલાની તપાસ માટે રચાયેલી સીટના અધ્યક્ષ ભારતી પંડ્યાને અંધારામાં રાખી તરલ ભટ્ટ અને તેમની ટોળકીએ કથિત આક્ષેપિતોને ઇડીના નામે ડરાવી લાખો રૂૂપિયાનો તોડ કર્યો હતો. આ વાતની ગંધ આવી જતાં તત્કાલિન ઇઓડબલ્યુ ડીસીપી ભારતી પંડ્યાએ ડીજીપી ગુજરાતને મળીને સમગ્ર હક્કિતથી વાકેફ કર્યા હતા. માધવપુરા સટ્ટાકાંડ કેસની તપાસ કરી રહેલી જખઈ ને તોડકાંડના પૂરાવા-નિવેદન હાથ લાગતા તોડબાજ ગેંગનો રિપોર્ટ ડીજીપી ગુજરાત વિકાસ સહાયને કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના પગલે વિકાસ સહાયે તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. સવા ત્રણ મહિનામાં બે જુદાજુદા જૂનાગઢ અને અમદાવાદ તોડકાંડમાં તરલ ભટ્ટ બે વખત સસ્પેન્ડ થયા છે.

335 બેંક એકાઉન્ટ ગેરકાયદે ફ્રિઝ કરી લોકો પાસેથી લાખો રૂૂપિયા લૂંટતી જૂનાગઢ પોલીસની ટોળકી સામે ગુનો નોંધાયો હતો. તોડકાંડની ફરિયાદ નોંધાઈ તે અગાઉ પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે ફરિયાદ બાદ ફરાર તરલ ભટ્ટને ફરજમોકૂફ કરાયા હતા. મહા તોડકાંડની તપાસ કરી રહેલી એટીએસએ ફરાર તરલ ભટ્ટની પ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ એએસઆઇ દિપક જાનીને પકડ્યા હતા. અત્રે નોંધનીય છે કે, તોડકાંડમાં સસ્પેન્ડેડ પી.આઈ. એ.એમ. ગોહિલને ક્લીનચીટ આપવાના મામલે અદાલતે અઝજ ના તપાસ અધિકારીને સવાલ કરી ઉધડો લીધો હતો.

માધવપુરા સટ્ટા-હવાલાકાંડમાં એન્ડ કંપનીની ભૂંડી ભૂમિકાના પૂરાવા-નિવેદન એસએમસીને હાથ લાગ્યા હતા. આ મામલે એસએમસીએ કરેલી તપાસનો રિપોર્ટ ડીજીપી વિકાસ સહાયને સોંપી દેવાયો હતો. બેંક એકાઉન્ટની માહિતી પરથી તરલ ભટ્ટે વહીવટદારોની મદદથી અનેક કથિત આક્ષેપિતોનો તોડ કર્યો હતો. જે પૈકી 3 લોકોની હકિકત જખઈ ને હાથ લાગી હતી. બે લોકો પાસેથી 20-20 લાખ રૂૂપિયા અને અન્ય એક પાસેથી 15 લાખ રૂૂપિયાનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જખઈ તોડકાંડ મામલે તપાસ કરી રહી હોવાની ગંધ આવતા એક વ્યકિતને તોડના 15 લાખ રૂૂપિયા પરત કરી દેવાયા હતા. ડીજીપીએ આ મામલે પીઆઈ તરલ ભટ્ટની જુનાગઢ અને ભટ્ટના સાગરીતો ઇંઈ તુષારદાન ગઢવી (અમરેલી), હિંમતસિંહ વાઘેલા (નર્મદા) અને નૌશાદઅલી (પોરબંદર)ની જિલ્લા બદલી કરી દીધી હતી. તોડના આક્ષેપના પગલે એક વર્ષ અગાઉ પીઆઈ ભટ્ટની જુનાગઢ અને ત્રણેય પોલીસવાળાની જિલ્લા બદલી કરવામાં આવી હતી. એસીબી ગુજરાતને સમગ્ર મામલાની તપાસ સોંપ્યા બાદ ડીજીપી વિકાસ સહાયે એ પીઆઈ ભટ્ટ અને ત્રણેય પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા છે.

Tags :
ahemdabadahemdabad newsahemdabad poilcegujaratgujarat newsPIsuspendTaral Bhatt
Advertisement
Next Article
Advertisement