For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ એસઓજીના PI, અજઈં અને બી ડિવિઝનના PSI સસ્પેન્ડ

12:59 PM Jan 24, 2024 IST | Bhumika
જૂનાગઢ એસઓજીના pi  અજઈં અને બી ડિવિઝનના psi સસ્પેન્ડ

પીએસઆઈ મુકેશ મકવાણા સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાયો

Advertisement

જૂનાગઢમાં તોડકાંડમાં એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને એ.એસ.આઈ. દીપક જાનીને તોડકાંડમાં સસ્પેન્ડ કરાયા છે તો મેગલોરના વેપારી પાસેથી ખાતુ અનફ્રીઝ કરવા લાંચ માંગી ઢોરમાર મારનાર બી ડીવીઝન પીએસઆઈ મકવાણાને સસ્પેન્ડ કરી તેની સામે ખુનની કોશિષનો ગુનો નોંધાયો છે.

Advertisement

જુનાગઢ પોલીસ ફરી વિવાદમાં આવી છે. SOG PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેંક ખાતા સીઝ કર્યા બાદ અનસીઝ કરવા તેમણે પૈસા માગ્યા હતા. બેંગાલુરુના વેપારી પાસેથી ખાતા અનસીઝ કરવા લાંચ માગી હતી. SOG એ 32 ખાતા સીઝ કર્યા છે. PIની આ કરતુત સામે આવતા જ IG નિલેશ ઝાઝડીયાએ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કર્યા છે અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.

SOG PI દ્વારા લાંચ માગવાની ઘટનાથી જુનાગઢ પોલીસની છબીને વધુ એક દાગ લાગ્યો છે. આ તરફ જુનાગઢમાં PSI દ્વારા યુવકને માર મારવાની ઘટના મામલે PSI મુકેશ મકવાણા વિરુદ્ધ 307 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કલમ 307, 331 મુજબ ગુનો નોંધાયો છે. ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
પીડિત યુવક હર્ષિલ જાદવ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ તપાસના આદેશ આપ્યા છે. ઙજઈં મુકેશ મકવાણા સામે માર મારવાનો આરોપ છે. જુનાગઢ પોલીસે ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોનુ નિવેદન લઈ કાર્યવાહી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement