For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીનું શારીરિક શોષણ : બેન્ડ માસ્ટર સામે ફરિયાદ

04:28 PM May 14, 2024 IST | Bhumika
બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીનું શારીરિક શોષણ   બેન્ડ માસ્ટર સામે ફરિયાદ
Advertisement

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા 12 વર્ષે બે બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાનો મામલો સામે આવ્યો છે, અને સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર ની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોડીયા પંથકમાં બાલાચડી નજીક આવેલી સૈનિક સ્કૂલ કે જેમાં 12 વર્ષની ઉંમરના બે બાળ વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને અભ્યાસ કરે છે, તેની સાથે સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પવન કુમાર જગદીશ કુમાર ડાંગી એ અજુગતું વર્તન કર્યું હોવાનો મામલો સૈનિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો .

Advertisement

લંપટ બેડ માસ્ટરે બંને બાળ વિદ્યાર્થીઓ સાથે ગત 7.5.2024 થી 12.5.2024 સુધીના સમયગાળા દરમિયાન શારીરિક અડપલા કર્યા હોવાની અને બાળકોની જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ સ્કૂલના આચાર્યને મળી હતી.

જેથી સૈનિક સ્કૂલના આચાર્ય નીતિનભાઈ મહેતા દ્વારા સમગ્ર મામલાને જોડિયા પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને લંપટ બેન્ડ માસ્ટર પવન કુમાર જગદીશ કુમાર ડાંગી સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે આઇપીસી કલમ 504, 506-2 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ -8 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને સ્કૂલ વર્તુળમાં અને તેમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓમાં ભારે ચકચાર જાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement