For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીજધાંધિયાની ફરિયાદો ઉઠતા PGVCLના એમ.ડી. ખુદ મેદાનમાં

04:57 PM Jun 29, 2024 IST | admin
વીજધાંધિયાની ફરિયાદો ઉઠતા pgvclના એમ ડી  ખુદ મેદાનમાં
Advertisement

લોકમેળા માટે 19 સમિતિઓની રચના કરતા કલેક્ટર

સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થતાં જ જામનગર શહેર, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

Advertisement

હવે આ બાબતે પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા પોતે ફિલ્ડમાં ઉતર્યા છે. તેમણે અલગ અલગ વિભાગો સાથે બેઠકો યોજીને મેન્ટેનન્સ રિવ્યુ અને ફોલ્ટ રેક્ટીફિકેશન કામગીરીનું ક્લોઝ મેનેટરીંગ કરવાની સુચનાઓ આપી હતી. પીજીવીસીએલના એમ.ડી.એ આજે અંજાર અને ભૂજના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા તા. 27.06.2024 ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના અધિક્ષક ઈજનેરોને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જાળવવા માટે ક્લોઝ મોનિટરિંગ કરવાની સૂચનાઓ પાઠવેલ તથા વિશેષ મુખ્ય ઈજનેરોને આ માટે જિલ્લાઓની ફાળવણી કરેલ, જેમાં દરેક અધિક્ષક ઈજનેરને મેઈનટેનન્સ રિવ્યુ કરવા ફોલ્ટ રેક્ટીફિકેશન એક્ટિવિટીનું ક્લોઝ મોનિટરિંગ કરવા અને દરેક અધિક્ષક ઈજનેરને પોતાના જિલ્લાની સઘન મુલાકાત કરવાની તાકીદ કરવામાં આવી. પીજીવીસીએલના દરેક જિલ્લાના અધિકારીઓને, જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાની સૂચન પણ કરવામાં આવેલ હતી.

મટીરિયલ મેનેજમેન્ટ બાબતે દરેક અધિક્ષક ઈજનેરે પોતાના સર્કલનો રેગ્યુલર રિવ્યુ કરવા જણાવેલ અને પૂરતા મટિરિયલની આપૂર્તિ તાપસવાનું જણાવેલ. આ અંગે મુખ્ય ઈજનેર મટિરિયલને પણ સૂચના આપવામાં આવેલ તેમજ વીજ પુરવઠો જાળવવા પૂરતા મટીરિયલની વ્યવસ્થા જાળવવા તાકીદ કરેલ..

આ ઉપરાંત સિસ્ટમ ઇમ્પ્રુમેન્ટ પ્રોજેક્ટ્સ અને આર.ડી.એસ.એસ. (RDSS)યોજના હેઠળ એમ.વી.સી.સી. (MVCC) કેબલને અગ્રિમતાના ધોરણે ઉપયોગમાં લાવી અને વીજ પુરવઠો જાળવવા સૂચનાઓ પાઠવવામાં આવી. આ ઉપરાંત માનનીય મેનેજિંગ ડિરેક્ટર દ્વારા પોતે તમામ વર્તુળ કચેરીઓની તબક્કાવાર સમીક્ષા બેઠકોનું આયોજન કરેલ જે અનુસંધાને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આજરોજ અંજાર અને ભૂજ ખાતે ત્યાંનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતે પરિણામલક્ષી ચર્ચાઓ કરી.

મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ખાસ વીજ પુરવઠા અંગેની ફરિયાદોનું નિવારણની કામગીરીની સમિક્ષા કરવામાં આવી અને તેમાં અંજાર વર્તુળ કચેરીની 13 અને ભૂજની 19 પેટા વિભાગીય કચેરીઓની ફરિયાદ નિવારણ પધ્ધતિની સમિક્ષા કરી અને તેમાં પૂરતો મેનપાવર, પૂરતું મટીરિયલની ખાતરી કરવા સૂચનાઓ આપી અને ફોલ્ટનો ઝડપીમાં ઝડપી નિરાકરણ થાય તે મુજબ આયોજન કરાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement