સ્માર્ટ મીટરના મુદ્દે હાઇકોર્ટમાં અરજી, સંસદની મંજૂરી નહીં મળ્યાનો દાવો
રાજ્યમાં પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના મુદ્દે વડોદરા, સુરત અને રાજકોટમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે, ત્યારે હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે.આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઉર્જા સચિવને એક સપ્તાહની અંદર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
સ્માર્ટ મિટર યોજનાના અમલ સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં જણાવાયું હતું કે, હયાત વીજ મીટરો દુર કરીને તેની જગ્યાએ પ્રિ-પેઇડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે. તેમણે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાંનો સંદર્ભ લીધો હતો. દેશની સંસદમાં પસાર કરાયેલા 240 બિલ અને સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાઇ આવતું નથી.
સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્માર્ટ મીટરની સામે વધતાં વિરોધ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઇ રહેલી ગેરસમજને દુર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સ્માર્ટ મીટરની માગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાનો નિર્ણય કરાવાશે.