For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીલિયાના ગોઢાવદર ગામે લૂંટના ગુનામાં છ માસથી ફરાર શખ્સ ઝબ્બે

12:31 PM Dec 18, 2023 IST | Sejal barot
લીલિયાના ગોઢાવદર ગામે લૂંટના ગુનામાં છ માસથી ફરાર શખ્સ ઝબ્બે

લિલીયા તાલુકાના ગોઢાવદર ગામે લુટ ચલાવી ફરાર આરોપી ઝડપાયો ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લુટ ચલાવવામાં આવી હતી તેમાથી એક લિસ્ટેડ આરોપી ફરાર હતો તેને અમરેલી એલસીબી એ ઝડપી લીઘો હતો.
અમરેલી જિલ્લાના લિલીયા તાલુકાના ગોઢાવદર ગામે ગત તા.07/02/2023 ના રાત્રિના આશરે બારેક વાગ્યે અશોકભાઈ મધુભાઈ ગજેરા, ઉ.વ.56,રહે.ગોઢાવદર, પોતાની ગોઢાવદર ગામે ઉંડા કેડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએ ઘઉંમાં પાણી વાળવાનું કામ કરતા હોય તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો મોઢે બુકાની બાંધી આવી, અશોકભાઇને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી, ઇજા કરી, રોકડા રૂ. 1700 તથા એક મોબાઈલ ફોન રૂ. 7000 મળી કુલ 8,700ની લુંટ કરી, નાસી જઈ ગુનો કરેલ હોય, જે અંગે અશોકભાઈએ અજાણ્યા ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ લિલીયા પોલીસ નોઘાવી હતી જેને લઇને અમરેલી એલસીબી એ તા.28/07નાં રોજ એલ.સી.બી. ટીમ દ્રારા બે આરોપીઓને કુલ 22,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ત્યારે લિસ્ટેડ આરોપી રાજુ ગુમડાભાઈ બામનીયા ઉ.વ.25 રહે મઘ્ય પ્રદેશ પોલીસને હાથતાળી આપતો હતો બાતમી આધારે આજરોજ લીલીયા ગામેથી ઝડપી લીઘો હતો આરોપી રાજુ ગમુડાભાઇ બામનીયા વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement