For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ

11:06 AM May 07, 2024 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ
Advertisement

રાષ્ટ્રના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે ત્રીજા તબક્કાના મતદાનમાં જામનગર લોકસભા ક્ષેત્રમાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિયાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. આજરોજ મતદાન પૂર્વે ગઈકાલે કતલની રાત હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા મતદારોને મનાવવા - રીઝવવા માટે સંપર્ક તેમજ દોડધામ કરવામાં આવી હતી. જાહેર પ્રચાર બંધ થતાં ગઈકાલે આખો દિવસ મતદારોનો લોક સંપર્ક કરાયો હતો.જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પણ નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. અહીં મતદાન સ્થળે ચકલું પણ ન ફરકી શકે તેવી સજ્જડ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઠેર ઠેર એસ.આર.પી., તેમજ પોલીસના જવાનો ખડે પગે જોવા મળી રહ્યા છે. ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારો દ્વારા પોતાના વિસ્તારના મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે પ્રયાસો કરાયા હતા. ચૂંટણી તંત્ર તેમજ પોલીસ પ્રશાસન સાથે ઉમેદવારો પણ મહત્તમ મતદાન થાય તે માટે કમર કસી રહ્યા છે.    હાલ કાળજાળ ગરમીમાં બપોર પહેલા વધુમાં વધુ મતદાન થાય તે માટે ફક્ત કાર્યકરો જ નહીં પરંતુ મતદારો પણ મતદાન બુથ સુધી પહોંચે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં મતદાનને લઈને જિલ્લામાં કોઈ પણ સ્થળે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.  મતદારોને મતદાન મથક સુધી પહોંચવા તેમજ મતદાન સંદર્ભે કોઈ હાલાકી ન થાય તે હેતુથી ફક્ત ઉમેદવારોના ટેકેદારો જ નહીં પરંતુ કાર્યકરો અને સરકારી કર્મચારીઓ પણ ખડે પગે રહ્યા હતા. જિલ્લાના તમામ 634 મતદાન મથક પર વહેલી સવારે મતદાન થાય તે માટે મતદારો સ્વૈચ્છિક રીતે ઉમટી પડ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી જી. ટી. પંડ્યા અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ સવારથી તમામ મતદાન પ્રક્રિયા સુચારૂ રૂપે ચાલી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement