For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.જી.હોસ્પિટલમાં મેડિકલ સર્ટિ માટે લાંચ માગનાર પટાવાળો નાસી ગયો

01:14 PM Jun 08, 2024 IST | Bhumika
જી જી હોસ્પિટલમાં મેડિકલ સર્ટિ માટે લાંચ માગનાર પટાવાળો નાસી ગયો
Advertisement

અઢી લાખની માગણી બાદ 45 હજારમાં સેટિંગ: 25 હજાર સ્વીકારતા પહેલાં અઈઇની ગંધ આવી જતા ભાગી ગયો

જામનગરની મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર નાં એક ચોથા વર્ગનાં કર્મચારી એ રૂ.25 હજારની લાંચની રકમ સ્વીકારતા સમયે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકું ગોઠવ્યાની ગંધ આવી જતાં લાંચની રકમ પરત આપી ને કર્મચારી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

એક સરકારી કર્મચારી ને બદલી માટે બીમારી નું સર્ટિફિકેટ જોઈતું હતું.તે માટે રૂૂપિયા અઢી લાખની લાંચ માગવામાં આવી હતી. જેમાં 45,000 રૂપિયા આપવાનું સેટલમેન્ટ થયું હતું અને 20,000ની રકમ અગાઉ ચૂકવી દીધા બાદ આજે 25,000ની રકમ આપવા સમયે લાંચનું છટકું ગોઠવાયું હતું.

આ.બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ને વર્ષ-2014 થી હદયરોગ ની બિમારી લાગુ પડી હતી. જેના કારણે ફરીયાદી એ તેમના વિભાગમાં વતનથી નજીક ના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપેલો, જે સબબ ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામા આવ્યા હતા. જયાં આ કામના આરોપી એવા પટાવાળા અશોક ધીરુભાઈ પરમાર એ ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂૂા.2,50,000 ની લાંચની માંગણી કરી હરી.

જેમા રકઝકના અંતે રૂા.45,000 લાંચ ની રકમ આપવાનુ નકિક થયુ હતું. જે પૈકી રૂૂા.20,000 ની લાંચની રકમ ફરીયાદી એ આપી દિધી હતી. અને બાકી રહેતી લાંચની રકમ રૂા.25,000 ફરીયાદી આપવા માંગતા ન હોય, તેમણે અમરેલી એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદી ની ફરીયાદ આઘારે આજે બપોરે 12:45 કલાકે જી.જી.હોસ્પિટલ નાં મેડિકલ બોર્ડ વિભાગમા લાંચના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી અશોક પરમાર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતાં આ લાંચની રકમ ફરીયાદી ને પરત આપી નાશી ગયો હતો.

જેને જામનગર એસીબી ની ટીમ શોધી રહી છે.લાંચ નું આ છટકુ અમરેલી નાં ઇન્ચાર્જ પો.ઇન્સ આર. ડી. સગર એ ગોઠવ્યું હતું, અને તેની સાથે લાંચ રૂૂશ્વત વિરોધી શાખા બોટાદ નો સ્ટાફ જોડાયો હતો. અને સુપર વિઝન અધિકારી તરીકે જી. વી. પઢેરીયા ( ઇ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર) રહયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement