For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પતંજલિના મધના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, વિક્રેતાને એક લાખનો દંડ

05:47 PM Apr 13, 2024 IST | Bhumika
પતંજલિના મધના સેમ્પલ ટેસ્ટમાં ફેલ  વિક્રેતાને એક લાખનો દંડ

ડિસ્ટ્રિક્ટ ફૂડ સેફ્ટી ઓફિસર આરકે શર્માએ જણાવ્યું કે, જુલાઈ 2020માં ડિપાર્ટમેન્ટે દીદીહાટ સ્થિત ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેક્ડ પતંજલિ મધના સેમ્પલ લીધા હતા અને તેને ટેસ્ટિંગ માટે રૂૂદ્રપુર સ્થિત લેબમાં મોકલ્યા હતા જેમાં પતંજલિના મધના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ ચાર વર્ષ પહેલા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના દીદીહાટમાંથી લેવામાં આવેલા પતંજલિના પેક્ડ મધના નમૂનાને પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. પરીક્ષણ બાદ પેક્ડ મધના નમૂના સબ-સ્ટાન્ડર્ડ હોવાનું જણાયું હતું. નમૂનામાં સુક્રોઝનું પ્રમાણ બમણા કરતાં વધુ હતું. આ કેસમાં, શુક્રવારે, નિર્ણાયક અધિકારીએ ડીડીહાટના વિક્રેતા અને રામનગરની વિતરક કંપની પર 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Advertisement

ડિસ્ટ્રિક્ટ ફૂડ સેફ્ટી ઓફિસર આરકે શર્માએ જણાવ્યું કે, જુલાઈ 2020માં ડિપાર્ટમેન્ટે દીદીહાટ સ્થિત ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેક્ડ પતંજલિ મધના સેમ્પલ લીધા હતા અને તેને ટેસ્ટિંગ માટે રૂૂદ્રપુર સ્થિત લેબમાં મોકલ્યા હતા. તપાસ દરમિયાન, મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ પાંચ ટકાને બદલે 11.1 ટકા (લગભગ બમણું) હોવાનું જણાયું હતું. નવેમ્બર 2021 માં, વિભાગે સંબંધિત વિક્રેતા વિરુદ્ધ દાવો દાખલ કર્યો. શુક્રવારે, નિર્ણાયક અધિકારી અને એડીએમ ડો. એસ.કે. બરનવાલે ચુકાદો આપ્યો છે.
તેણે પ્રોડક્ટ સેલર ગૌરવ ટ્રેડિંગ કંપની પર 40 હજાર રૂૂપિયા અને સુપર સ્ટોકિસ્ટ કાન્હાજી ડિસ્ટ્રીબ્યુટર રામનગર પર 60 હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement