For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન સુપર લીગમાં હડકંપ, વાઇરસથી 13 ખેલાડીઓ બીમાર

01:19 PM Mar 01, 2024 IST | Bhumika
પાકિસ્તાન સુપર લીગમાં હડકંપ  વાઇરસથી 13 ખેલાડીઓ બીમાર
  • પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા કોઇ ફિટ ખેલાડી બાકી નથી

Advertisement

પાકિસ્તાન સુપર લીગમાં કંઈકને કંઈક એવું થાય છે જે બાદ આ ટૂર્નામેન્ટ પર પ્રશ્નો ઉભા થાય છે. સમાચાર આવ્યા છે કે કરાચી કિંગ્સ ટીમના અડધાથી વધુ ખેલાડીઓ બીમાર પડી ગઈ છે. આ ટીમ કરાચીમાં ક્વેટા ગ્લેડીયેટર્સ સામે મેચ રમવાની છે. આ સિવાય અન્ય ટીમના ખેલાડીઓ પણ બીમાર થયા છે, જે બાદ સમગ્ર ટુર્નામેન્ટ પર ખતરો વધી ગયો છે.

પાકિસ્તાનની આ લીગમાં એક સાથે 13 ખેલાડીઓ બીમાર પડ્યા છે. મોટી વાત એ છે કે આ ટીમમાં હવે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે કોઈ ફિટ ખેલાડી બાકી નથી. આ ઘટના કરાચી કિંગ્સ સાથે બની છે જેમાં શોએબ મલિક, હસન અલી, મોહમ્મદ નવાઝ, કીરોન પોલાર્ડ, શાન મસૂદ જેવા મોટા ખેલાડીઓ છે. બીમાર પડેલા કરાચીના તમામ 13 ખેલાડીઓને પેટમાં તકલીફ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટીમમાં હવે 11 ફિટ ખેલાડીઓ પણ નથી. માત્ર કરાચી કિંગ્સ જ નહીં, અન્ય ટીમોના ખેલાડીઓ પણ કરાચીમાં બીમાર પડ્યા છે. બીમાર ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શમ્સીનો પણ સમાવેશ થાય છે. તબરેઝે જણાવ્યું કે બીમારીના કારણે તેણે છેલ્લી મેચ રમી ન હતી. એવું માનવામાં આવે છે કે કરાચીમાં કોઈ વાયરસ છે જેના કારણે ખેલાડીઓ બીમાર પડી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement