For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાં 1 કલાકમાં ભૂકંપના 4 આંચકાથી ગભરાટ

05:43 PM Apr 12, 2024 IST | Bhumika
શાપર વેરાવળમાં 1 કલાકમાં ભૂકંપના 4 આંચકાથી ગભરાટ
  • એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, પારડી-લોઠડામાં પણ ધ્રુજારી અનુભવાઈ: એપિસેન્ટર પણ રાજકોટથી 17 કિલોમીટર દૂર નોંધાયું

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં આજે બપોરે કચ્છના ભૂકંપની લોકોને યાદ ફરી એક વખત તાજી થઈ હતી. બપોરના એક કલાકમાં ચાર આંચકા આવતાં લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતાં.
સિસ્મોલોજી સેન્ટરમાં થયેલી નોંધ મુજબ આ ભૂકંપના આંચકાઓનું એપી સેન્ટર રાજકોટથી 17 કિલોમીટર દુર શાપર નજીક નોંધાયેલ છે. બપોરે 12.50 કલાકે 2.1ની તિવ્રતા, 1.17 કલાકે 2.3 અને બપોરે 1.39 કલાકો 1.8ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતાં. જ્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ બપોરે 1.59 કલાકે એક આંચકો અનુભવાયો હતો.

Advertisement

આ ભૂકંપના આંચકા સાથે શાપર વેરાવળ ઉપરાંત આસપાસના લોઠડા અને પારડી સહિતના ગામોમાં પણ અવાજ સંભળાયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં આજે બપોરે એક કલાકમાં ભૂકંપના ચાર આંચકાનો અનુભવ થયો હતો. ધણધણાટી સાથે ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો જીવ બચાવવા માટે ફલેટમાંથી દોટ મુકીને શેરીમાં આવી ગયા હતાં.

જો કે આ ભૂકંપના આંચકામાં ધરતી અમુક સેક્ધડ માટે જ ધ્રુજારી જોવા મળી હતી. આ ભૂકંપના આંચકાના કારણે કોઈ નુકસાની કે જાનહાનીના અહેવાલો મળ્યા નથી પરંતુ લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ફલેટમાં રહેતા લોકો છેલ્લા ચાર પાંચ દિવસથી ભુકંપના સામાન્ય આંચકાઓ અનુભવી રહ્યાં છે પરંતુ આજે બપોરે ગડગડાટ સાથે ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભય ફેલાઈ ગયો છે.

Advertisement

શાપર વેરાવળમાં એક કલાકમાં ચાર ભુકંપના આંચકા આવ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે પરંતુ સિસ્મોલોજી સેન્ટરમાં આ અંગે કોઈ જ નોંધ નહીં હોવાનું અને ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 17 કિલોમીટર દુર શાપર વેરાવળ નજીક નોંધાયું છે.

ભૂકંપના આંચકાની તપાસ શરૂ કરાવતાં મામલતદાર
શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં આજે બપોરે એક કલાકમાં ચાર વખત ધરતી કંપના આંચકા આવતાં સ્થાનિક લોકોમાં ભયનું લખલખુ ફેલાઈ ગયું છે ત્યારે ભુકંપના આંચકા અંગે કોટડાસાંગાણી મામલતદારને પણ જાણ થતાં તેઓએ પણ આંચકો શેના છે તે અંગે તપાસ શરૂ કરાવી છે. કોટડાસાંગાણી મામલતદાર જાડેજાનો સંપર્ક કરતાં તેઓએ હાઈકોર્ટમાં હોવાનું જણાવ્યું હતું અને તેઓને પણ શાપર વેર્ાવળમાંથી ભુકંપના ફોન આવ્યા હોય આ અંગે પોતાની ટીમ રવાના કરી તપાસ હાથ ધરાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement