For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ સરહદેથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર, BSFએ કરી અટકાયત

02:56 PM Jun 19, 2024 IST | Bhumika
કચ્છ સરહદેથી ઝડપાયો પાકિસ્તાની ઘૂસણખોર  bsfએ કરી અટકાયત
Advertisement

ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ ઇન્ટરનેશનલ બોર્ડર પર હંમેશા ગુજરાતના દુશ્મનોની નજર રહેતી હોય છે. જેના માટે આ વિસ્તારમાં આપણાં સુરક્ષા દળો અને સિક્યોરિટી એજન્સીઓની પણ સતત ચાંપતી નજર રહેતી હોય છે.અવારનવાર આ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ, ચરસ કે ગાંજા જેવા ડ્રગ્સની ઘૂસણખોરી થતી હોય છે. ત્યારે આ વખતે કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે.

કચ્છના સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બોર્ડર પિલર નંબર 1125 નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપાયો છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના પાકિસ્તાની નાગરિકને ઝડપ્યો છે. પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવી નથી. આ સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

કચ્છના સરહદ પર આપણાં સુરક્ષાદળો પણ ચાંપતી નજર રાખતા હોય છે. ખાસ કરીને ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ ભરેલી પાકિસ્તાની બોટો, ઘૂસણખોરો વગેરે ગુજરાતમાં ઘૂસણખોરી કરવા માટે આ રૂટનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં ઝડપી પડાયેલા ઘૂસણખોરની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉલટતપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement