For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુબાપુ સામે આક્રોશ: કલેકટરને આવેદન પાઠવાયું

12:11 PM May 22, 2024 IST | admin
રાજુબાપુ સામે આક્રોશ  કલેકટરને આવેદન પાઠવાયું

ગીર સોમનાથના ઉના તાલુકાના સીમર ગામે એક શિવકથામાં કથાકાર રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ તેના વિરુધ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના વિવિઘ સંગઠનોના દીપાબેન બાંભણીયા, રામજીભાઇ પરમાર, મહેશભાઇ બારૈયા, રસિકભાઇ ચાવડા, અજયભાઈ બાંભણીયા, ભરતભાઈ શિંગડ, બાબુભાઈ સોલંકી, દીપકભાઈ બાંભણીયા, કમલેશભાઈ સોલંકી, નિલેશભાઈ ડાભી, પ્રેમજીભાઈ બારૈયા, સહિતના આગેવાનો, યુવાનો અને તાલુકાના ગામોના યુવાનો બહોળી સંખ્યામાં લોકોએ ઉના ડેપ્યુટી ક્લેકટરને લેખિત રજુઆત કરી હતી.

Advertisement

આ બાબતે આવેદનમાં જણાવ્યા મુજબ તા.19 મે 2024ના રોજ સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરતા કથાકારનો કથિત વિડીયો વાઈરલ થયો હતો. ઉના તાલુકાના સીમર ગામે શિવ કથાના વક્તા રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજને નીચ, નિમ્ન ગણાવી સંબોધ્યા હતા તેવી નિમ્ન, નીચ જ્ઞાતિમાં આપણા ઉજળા સમાજે લગ્ન ન કરવા જોઈએ તેવું પણ કહ્યું હતું. ઉપરાંત નિમ્ન અને નીચ સમાજની મહિલાના કુખે જન્મેલ બાળક વણસંકર જન્મે તેવું બોલી સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કર્યું હતું. આવા શબ્દો કોઈપણ સમાજને ના કહેવા જોઈએ તેવા શબ્દો બોલી બેફામ વાણી વિલાસ કરેલ છે.
આમ અગાઉ પણ સમગ્ર કોળી અને ઠાકોર સમાજની અસ્મિતા પર પ્રહારો થયા છે. પરંતુ આ વખતે કથાકાર રાજુબાપુ દ્વારા કોળી અને ઠાકોર સમાજની બેન-દીકરીનું અપમાન કર્યું જે અક્ષમ્ય છે. કોળી અને ઠાકોર સમાજની મુખ્ય માંગણીઓ સ્વીકારી ધોરણસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. મુખ્ય માંગણીઓ જેમાં રાજુબાપુ દ્વારા સમગ્ર કોળી અને ઠાકોર સમાજનું અપમાન કરવા બદલ નિયમાનુસાર ફરિયાદ દાખલ કરી દાખલારૂૂપ સજા થાય તેવી માંગણી કરી છે

તા.4મે 2024 સુધી આચાર સંહિતા અમલમાં હોઈ તો કથા કરવા માટે મંજુરી લીધેલી છે કે કેમ? અને જો મંજુરી લીધા વગર કથા કરવામાં આવી હોઈ તો આયોજકો અને કથાકાર રાજુબાપુ વિરુધ આચાર સંહિતા ભંગ, મંજૂરીના નિયમોનું ઉલંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી થાય, એક કથાકારને ન શોભે તેવા શબ્દો બોલી વ્યાસપીઠને કલંક લગાડેલ છે તે બદલ આવનારા પાંચ વર્ષ સુધી તેમને કથા કરવા પર રોક લગાવવામાં આવે અને રાજુબાપુ દ્વારા લેખિતમાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની માફી માંગવામાં આવે, આમ તો કહેવાતા કથાકાર દ્વારા જે ભૂલ કરી છેતે અક્ષમ્ય છે તેમ છતાં સમગ્ર કોળી અને ઠાકોર સમાજની વિવિધ માંગોને સંતોષવામાં આવે તેવી માંગ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement