For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં સ્વામિનારાયણ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

12:04 PM Jan 10, 2024 IST | Bhumika
બગસરામાં સ્વામિનારાયણ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

400 વીધામાં યોજાનાર મહોત્સવમાં દરરોજ 1 લાખ ભાવિકો લેશે પ્રસાદ

Advertisement

તા.11થી 19 જાન્યુઆરી દરમિયાન રકતદાન, મેડિકલ કેમ્પ, 108 કુંડી યજ્ઞ સહિતના કાર્યક્રમો

20 કરોડથી વધુના ખર્ચે બનેલા સ્વામિનારાયણ મંદિરમાં 17મી જાન્યુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠા

Advertisement

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત રાજકીય અગ્રણીઓ અને સંતો-મહંતો રહેશે હાજર

અમરેલી જિલ્લાના બગસરાના આંગણે નિર્માણ પામેલ જિલ્લાના સૌથી મોટા શ્રી સ્વામીનારાયણ મંદિરમાં તા.11 થી તા.19 જાન્યુઆરી દરમિયાન 9 દિવસના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 9 દિવસ દરમિયાન હોય, વિશાળ તૈયારીઓે આખરી ઓપ આપવામાં આવેલ છે.

બગસરામાં આશરે રૂા.20 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ આ મંદિરમાં વડતાલના આચાર્ય શ્રી લક્ષ્મીનારાયણ પીઠાધિપતિ 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવશે. ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આખા આજે બગસરાના મુકુંદસ્વામી, ઘનશ્યામ સ્વામી, ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, લોધિકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉમેશભાઈ દેસાઈ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં.

અહિં વિગતો આપતા સંતશ્રીઓએ જણાવ્યું હતું કે, તા.11 થી 19 જાન્યુઆરી દરમિયાન નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરના યોજનાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે. જેમાં રકતદાન કેમ્પ, 108 કુંડી યજ્ઞ, ભવ્ય પ્રદર્શન, અખંડ ધૂન, મેડીકલ ચેકઅપ કેમ્પ, શ્રીમદ સત્સંગજીવન પારાયણ, 200 સંહિતા પાઠ, મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. એ સિવાય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે વૃક્ષારોપણ અને સ્વચ્ચતા અભિયાન બાબતે ઉપસ્થિત સૌને સંતો મહંતો દ્વારા શપથ લેડાવાશે.

સમગ્ર મહોત્સવ દરમિયાન લક્ષ્મીપ્રસાદદાસજીની ઉપસ્થિતિઓ માટે પ્રેરક બની રહેશે. પારાયણ કથાના વકતા તરીકે વિવેક સ્વરૂપ સ્વામી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. વડતાલશ્રી લક્ષ્મીનારાયણ પીઠાતીપતી શ્રી 1008 રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે આચાર્ય તરીકે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાથી બનવા અને આયોજકોમાં પ્રેરક બળ બનવા માટે ધામેધામથી સંતો ઉપસ્થિત રહેશે. જેમાં ભૂજધામના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, રાજકોટ ગુરૂકુળનાં દેવપ્રસાદદાસજી સ્વામી, મેમનગર ગુરૂકુલના બાલકૃષ્ણદાસજી સ્વામી, જેતપુર મંદિરના નિલકંઠચરણાદાસજી સ્વામી, સરધારના નિત્યસ્વરૂપદાસજી સ્વામી, કુંડળ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામી ઉપરાંત જૂનાગઢ, વડતાલ, ગઢડા, ધોલેરા, અમદાવાદથી 500 જેટલા સંતો-મહંતો, 300થી વધુ સાંખ્યયોગીઓ બહેનો મહોત્સવમાં જોડાશે. સરધાર અને કુંડળના સ્વામીજીઓ દ્વારા રાત્રી ઘરસભા અને એક સત્ર કથાવાર્તાનો સેંકડો ભાવિકોને લાભ મળશે.

અમરેલીના બગસરામાં નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરના 9 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિપાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતીય ક્રિકેટ બોર્ડના ચેરમેન જય શાહ, કેન્દ્રીય મંત્રીઓ પુરૂષોત્તમભાઈ રૂપાલા, ડો.મનસુખભાઈ માંડવીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સહિતના અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પ્રસાદ માટે ભવ્ય સભા મંડપ ઉભો કરાયો

સ્વામીનારાયણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડનાર છે. આયોજકોનાં અંદાજ મુજબ નવેય દિવસ દરમિયાન દરરોજ બપોરે 65 થી 70 હજાર અને રાત્રીનાં 30 થી 35 હજાર હરિભકતોને પ્રસાદ આપવાનું આયોજન કરાયું છે. આ માટે 300 બાય 700 ફુટનો ભવ્ય સભા મંડપ ઉભો કરાયો છે.

બગસરામાં બનેલા સ્વામિનારાયણ મંદિરની વિશેષતા જાણો
રૂા.20 કરોડથી પણ વધુના ખર્ચે અમરેલીના બગસરામાં બનેલા સ્વામીનારાયણ મંદિરમાં 5 શિખર છે. 80 હજાર ધનકુટમાં બાંધકામ કરાયું છે. 550 થી વધારે કલાકૃતિ, નકશીકામ યુકત મૂર્તિઓ જોવા મળે છે. મંદિરનો ઘેરાવો 105 બાય 170 ફુટ છે. 75 ફુટ ઉંચાઈ, 16 ધુમ્મટ, 124 સ્થંભ અને 81 કમાનો વચ્ચે મંદિરનું નિર્માણ થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement