For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેબલ કનેકશન સહિતના વાયરો વીજપોલ, બ્રિજ, હોર્ડિંગ્સ પરથી દૂર કરવાનો આદેશ

05:58 PM Jun 04, 2024 IST | admin
કેબલ કનેકશન સહિતના વાયરો વીજપોલ  બ્રિજ  હોર્ડિંગ્સ પરથી દૂર કરવાનો આદેશ
Advertisement

રાજકોટ શહેરમાં થાભલા, મકાનો તથા રોડ રસ્તા ઉપરથી પણ ડીશ કનેકશન તથા બ્રોડબેન્ડ સહિતના નેટવર્કના વાયરો ચારો તરફ જોવા મળતા હોય છે. જેના લીધે શોટશર્કીટની ઘટનાના પગલે આગની દુર્ઘટના પણ ઘટતી હોય છે. આથી આ પ્રકારના કેબલ હટાવવાનો નિર્ણય કોર્પ્રોરેશને લઇ શહેરના તમામ બ્રિઝ, સ્ટ્રીટ લાઇટ અને હોઠિર્ગ્સ બોર્ડ ઉપરથી તમામ વાયરો દિવસ સાતમાં એજન્સીઓએ હટાવી લેવાનો આદેશ મ્યુ.કમિશનર દ્વારા કરવામા આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ-7માં દુર કરવા જે-તે એજન્સીને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવી છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-7માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગર પાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, પોલ, હોર્ડીંગ્સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે-તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને દિવસ-7માં આ પ્રકારના વાયરો દુર કરી લેવા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સુચના આપવામાં આવે છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-7માં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement