સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

સંસદમાં ‘નીટ’ની ચર્ચાના મુદ્દે વિપક્ષનો વોકઆઉટ, ખડગેના મોદી પર ઉગ્ર પ્રહારો

05:45 PM Jul 01, 2024 IST | admin
Advertisement

18 મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEETપર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે ગઊઊઝ, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEETમુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વોકઆઉટ કર્યું હતું.

Advertisement

રાજ્યસભામાં ખડગેએ ચૂંટણી પંચનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે નવડાપ્રધાન મોદીના નિવેદનો પર રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમના અભિભાષણમાં ચિંતા વ્યક્ત કરવાની જરૂૂર હતી. વડાપ્રધાને ચૂંટણીના ભાષણોમાં 421 વાર મંદિરો, મસ્જિદો અને અન્ય ધર્મોની વાત કરી. પાકિસ્તાન અને લઘુમતીઓ વિશે 224 વખત વાત કરી. કોંગ્રેસનો ઢંઢેરો ચોક્કસ ધર્મ સાથે જોડી દીધો. 75 વર્ષમાં અલગ-અલગ પક્ષોના વડાપ્રધાનોએ ચૂંટણીમાં પ્રચાર કર્યો. પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. અમે ચૂંટણી પંચને 117 ફરિયાદો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બેન્ક ખાતા સીઝ કરાયા હતા અને આવકવેરાની નોટિસો પણ ફટકારાઈ.ખડગેએ શાયરાના અંદાજમાં કહ્યું કે ‘સચ બોલને વાલે અક્સર બહુત હી કમ બોલતે હૈ, જૂઠ બોલને વાલે નિરંતર, હરદમ બોલતે હૈ… એક સચ કે બાદ ઔર સચ કી જરૂૂરત નહીં હોતી, એક જૂઠ કે બાદ સેંકડો જૂઠ આદતન બોલતે હૈં…’ વડાપ્રધાન મોદીની અમૃતવાણી છે. જે મેં અહીં રજૂ કરી. જો તમને દુ:ખ થયું હોય તો કે પછી એમને દુ:ખ થયું હોય તો માફી માગુ છું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેનો ઉપયોગ વસૂલી માટે કરવામાં આવ્યો.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ વિશે વાત કરતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે નઅમે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે મોદી ભેંસ ઉપાડી જવાની વાત કરે છે. અમે ભાજપના ભાગલાના રાજકારણની વાત કરીએ છીએ ત્યારે મોદીજી ઔરંગઝેબની વાત કરે છે. અમે પેપર લીકની વાત કરીએ છીએ ત્યારે તેઓ મંગલસૂત્ર અને મુજરાની વાત કરે છે.

અમે રોજગારીની વાત કરીએ છીએ ત્યારે તેઓ ‘મન કી બાત’ કરવા લાગે છે. ઈતિહાસને લગતા નિર્ણયો લેવામાં જનતા સક્ષમ છે. જૂઠું બોલવું, લોકોમાં ભાગલા પાડવા, આ બધું પહેલીવાર બન્યું છે. આ પહેલા કોઈ વડાપ્રધાને આવા કામ કર્યા નથી. આ દરમિયાન ખડગેએ વિદેશી મીડિયાના કવરેજનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિશ્વગુરુ વિશે આપણે નહીં પરંતુ વિશ્વ બોલી રહ્યું છે. દેશની ચૂંટણીમાં વડાપ્રધાન નફરતભર્યા શબ્દો બોલ્યા હતા.

Tags :
indiaindia newsloksabha news
Advertisement
Next Article
Advertisement