For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફ્રીઝ કરાયેલું ડીમેટ એકાઉન્ટ ડમી ડોક્યુમેન્ટથી ખોલાવી 15 લાખના શેર બારોબાર વેચી નાખ્યા

03:39 PM Apr 23, 2024 IST | Bhumika
ફ્રીઝ કરાયેલું ડીમેટ એકાઉન્ટ ડમી ડોક્યુમેન્ટથી ખોલાવી 15 લાખના શેર બારોબાર વેચી નાખ્યા
  • ગાંધીનગરના વૃધ્ધે રાજકોટના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

ગાંધીનગરમાં સરગાસનમાં સિધ્ધરાજ ગોલ્ડમાં રહેતા અને નિવૃત્ત જીવન વ્યતીત કરતાં નરેન્દ્રભાઈ ધીરજલાલ સાદરાણી (ઉ.વ. 70) સાથે પંચનાથ મેઈન રોડ પર આવેલ અજય નટવરલાલ શેઠ પ્રા.લી. નામની ઓફિસમાં નોકરી કરતાં શખ્સ સહિત ત્રણેય રૂૂા.15 લાખના શેર અન્યના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

નરેન્દ્રભાઈએ ફરિયાદમાં કંપનીના મહેન્દ્ર જયરાજભાઈ ધાધલ, અમીત અમૃતલાલ સુચક અને અશોક વલકુભાઈ શેખવા (રહે. રાજકોટ, ધોરાજી)નું નામ આપતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.નરેન્દ્રભાઇએ પોલીસને જણાવ્યું કે,2003 પહેલા જુનાગઢ ખાતે એ.એન.એસ. પ્રા.લી. (અજય નટવરલાલ શેઠ) નામની ડીપોઝીટરી પાર્ટીસીપન્ટના મની કંપની જે સેબીમાં નોંધાયેલ છે તેમાં મારુ ડીમેટ એકાઉન્ટ હતું.2003 ની આસપાસ મારા ડીમેટ એકાઉન્ટમાં ભારતની અલગ અલગ કંપનીઓ જેમાં બેંક ઓફ બરોડા ના 1500 શેર,બેંક ઓફ મહારાષ્ટ્રના 100 શેર,લાર્શન એન્ડ ટુર્બોના 225 શેર,રીલાયન્સ ઇ ન્ડસ્ટ્રીઝના 24 શેર,અલ્ટ્રાટેક સિમેન્ટના 20 શેર મળી પાંચ કંપનીઓના કુલ શેર-1869 શેરની ખરીદી કર્યા હતા.બાદમાં મેં મારા ડીમેટ એકાઉન્ટમાં કોઇ લેવડ દેવડ કરેલ નથી. તા.15/01/2024 ના રોજ મારા ઇ મેઇલ એડ્રેસ ચેક કરતા સી.ડી.એસ.એલ. કંપની દ્વારા તા.13/01/202 4 ના ઇ મેઇલ મોકલવામાં આવ્યો હતો.જે ઇ મેઇલ જોતા જેમાં મારા કંપનીના તમામ શેર અંગેની કોઇ વિગત દર્શાવવામાં આવી ન હોય અને ડીમેટ એકાઉન્ટમાં એકપણ શેર નથી તેવુ સ્ટેટમેન્ટ આવ્યું હતું.જેથી મેં તપાસ કરતા આરોપીઓએ કાવતરુ રચી મહેન્દ્ર ધાધલ કે જે પંચનાથ મંદિર પાસેની એ.એન.એસ.પ્રા.લી.ની કંપનીમાં નોકરી કરતો હતો.તેનું એકાઉન્ટ ઘણા સમયથી ફ્રીઝ હોય ઈ-મેઈલ એડ્રેસ કે મોબાઈલ નંબરની નોંધ કરાવી ન હતી.

આથી આ એકાઉન્ટ બીન વારસી છે તેમ સમજી મહેન્દ્રએ અમીત અને અશોકની મદદ લઈ ડીમેન્ટ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેની માહીતી અને જરૂૂરી ફોર્મ લઈ ડોક્યુમેન્ટ ઉભા કરી તેમાં નરેન્દ્રભાઈની બનાવટી સહીઓ કરાવીને તે ડોક્યુમેન્ટ પોતાની કંપનીમાં રજુ કરી દીધા હતા. બાદમાં નરેન્દ્રભાઈના ડીમેન્ટ એકાઉન્ટમાં રહેલા શેર આરોપી અમીતના અન્ય ડીમેન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા બાદ વેંચી નાખી છેતરપીંડી કરી હતી.આ મામલે એસઓજીના પીઆઇ જે.એમ.કૈલાએ વધુ તપાસ શરૂૂ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement