For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માત્ર 12 ધોરણ પાસ ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો

01:32 PM May 20, 2024 IST | Bhumika
માત્ર 12 ધોરણ પાસ ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ ઓ જી ના હાથે ઝડપાયો
Advertisement

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે મોટી ખાવડી વિસ્તારમાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે,અને તેની પાસેથી જરૂૂરી દવા સહિતનું સાહિત્ય કબજે કરી લઈ, તેની સામે મેઘપર પોલીસમાં મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે મોટી ખાવડી વિસ્તારમાં ગરીબોની વસાહતમાં એક બોગસ તબીબ પોતાની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને દવા આપીને તેના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, જે બાતમી ના આધારે આજે સાંજે એસ.ઓ.જી.ની ટુકડીએ મોટી ખાવડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

Advertisement

જયાં મેઇન બજારમાં બિશ્વાસ હોસ્પિટલ નામના એક દવાખાનામાં દરોડો પાડી તપાસણી કરતાં તેમાં બોજોય બિશ્વાસ નામનો મૂળ પશ્ચિમ બંગાળનો એક શખ્સ દર્દીઓને તપાસીને જરૂૂરી દવાઓ આપી રહ્યો હતો.
પોલીસ ટુકડીએ તેની ડીગ્રી સંબંધે પૂછપરછ કરતાં પોતે માત્ર 12 ધોરણ પાસ હોવાનું અને તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું.

જેથી એસ.ઓ.જી.ની ટીમે તેની અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી જરૂૂરી દવાઓનો જથ્થો તથા મેડિકલ પ્રેક્ટિસ ને લગતા સાધનો વગેરે કબજે કરી લીધા હતા, તેની સામે મેઘપર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ -1963 ની કલમ 30 તેમજ આઈપીસી કલમ 336 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement