For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓનલાઈનના અભરખા મોંઘા પડ્યા, 5 માસમાં રૂા.110.80 કરોડ ફસાયા

04:21 PM Jun 15, 2024 IST | Bhumika
ઓનલાઈનના અભરખા મોંઘા પડ્યા  5 માસમાં રૂા 110 80 કરોડ ફસાયા
Advertisement

સાઈબર ફ્રોડના અધધધ 53 હજારથી વધુ કેસ, 1930 હેલ્પલાઈન પર નાગરિકોએ ફોન કરતા-અલગ અલગ ખાતાઓમાં 503 કરોડ ફ્રીઝ કરાયા

ગુજરાતમાં જ છેલ્લાં પાંચ મહિના દરમિયાન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર 53 હજાર જેટલી ફરિયાદ આવી હોવાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં એક અંદાજ મુજબ 100 કરોડથી વધારે રકમ લોકોએ છેતરપિંડીનો ભોગ બનીને ગુમાવી છે. રાજકોટ,અમદાવાદ,સુરત,વડોદરા જેવા શહેરોની સાથે નાના શહેરોમાં પણ લોકોને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. ઓનલાઇન ગુગલ રીવ્યુ,શેર બજારમાં વળતર અને પાર્સલમાં ડ્રગ્સના નામે છેતરપિંડી કરીને લોકો પાસેથી લાખો રૂૂપિયા પડાવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.

Advertisement

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા છેતરપિંડીના કિસ્સા સામે લડવા માટે લોકોમાં જાગૃતતા આવે તે જરૂૂરી છે. જેથી સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેમના જિલ્લા અને શહેરોમાં વિશેષ ડઇવ ચલાવવામાં આવશે.ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા એનસીસીઆરપી પોર્ટલ શરુ કરવામાં આવેલ જેના હેલ્પલાઈન નંબર 1930 છે.

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્રારા સદર હેલ્પલાઇન નંબરનો રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહોળો પ્રચાર-પ્રસાર કરી જે કોઇ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમનો કે નાણાકીય ફ્રોડનો ભોગ બને કે તુર્તજ હેલ્પલાઈન નંબર 1930 પર ફરીયાદ નોંધાવવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે સાયબર ક્રાઇમનો ભોગબનનાર અરજદારો દ્રારા 1930 પર કરવામાં આવેલ ફરીયાદમાં અલગ-અલગ કુલ 28 પ્રકારની એમ.ઓ. માં સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમગાંધીનગર દ્વારા કુલ-53279 ફરીયાદો પર જરૂૂરી તથા ત્વરીત કાર્યવાહી કરી ફરીયાદીના ફ્રોડમાંઅંકે કુલ રૂૂ503,91,28,478જેટલી માતબાર રકમનેવિવિધ બેંકોમાં ફ્રિઝ/હોલ્ડ કરાવી ગુજરાત પોલીસ દ્રારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. જેમાં જાન્યુઆરી 2024થી લઈને મે 2024 સુધીમાં રૂા. 110.80.34.546 રોકડ કરાયા છે.

આ પ્રકારે છેતરપિંડીઓ આચરવામાં આવે છે

1) નકલી ઓળખ :- ઓનલાઈન વ્યક્તિની ખોટી ઓળખ ઉભી કરીને સામેવાળા વ્યક્તિની વ્યક્તિગત નાણાકીય માહિતીનો ઉપયોગ કરી છેતરપીંડી કરવામાં આવે છે.
2) શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ :- વધુ નફાની લાલચ આપીને શેરબજાર કે અન્ય કોઈ સ્કીમમાં નાણા રોકીને છેતરપીંડી
3) ક્રેડીટ-ડેબીટ કાર્ડ :- વ્યક્તિના ક્રેડીટ-ડેબીટ કાર્ડની માહિતી ચોરી કરી છેતરપીંડી
4) ઓનલાઈન ખરીદી :- ગઠિયાઓ ઓનલાઈન વિક્રેતા હોવાનો ઢોંગ કરી અથવા નકલી વેબસાઈટ અથવા અસલી રિટેલર સાઈટ પર નકલી જાહેરાત સાથે લોભીવીને છેતરપીંડી કરે છે.
5) ઓ.ટી.પી. :- વ્યક્તિના સીમ કાર્ડની માહિતી મેળવી ઓટીપી આપ્યા વિના આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન કરી છેતરપીંડી આ ઉપરાંત વ્યક્તિને વિશ્ર્વાસમાં લઈ ઓટીપી મેળવી લેવાય છે.
6) લોન :- નકલી અથવા ચાઈનીઝ એપ્લિકેશનથી લોન લે છે ત્યારે છેતરપીંડી કરનાર વ્યક્તિને અંગત માહિતી ફોનમાંથી મેળવે છે અને તે માહિતીનો બ્લેકમેલ કરવા દુરુપયોગ કરી વધુ પૈસાની માંગ કરવામાં આવે છે.
7) અજાણી લીન્ક :- ઓરીજીનલ જેવી જ બનાવટી ભળતી લિંક બનાવી એસ.એમ. એસ. ઈ-મેઈલ સોસિયલ મીડિયા દ્વારા મોકલી બેન્કની તેમજ પર્સનલ માહિતી મેળવી નાણાકીય છેતરપીંડી
8) હોટેલ - પ્રવાસ બુકીંગ :- બૂકિંગ માટેની ભળતી નકલી વેબસાઈટ (હોટલ બુકિંગ વેબસાઈટ, પ્રવાસી વેબસાઈટ વગેરે) બનાવીને છેતરપીંડી
9) ફેસબુક સોશિયલ મીડિયા પર ખોટી આઈડેન્ટીટી :- સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઈલ બનાવી વ્યક્તિની છબી ખરાબ કરી માનસિક હેરાન કરી નાણાની માંગણી
10) વોટ્સએપ પર ટાસ્ટ આપી કમાણી :- ટાસ્ક સ્કેમમાં આ ઓફર્સમાં ઘણીવાર રોકાણ પર અવાસ્તવિક વળતર અથવા વીડિયો જોવા, ફોર્મ ભરવા અથવા સમીક્ષાઓ લખવા જેવી સરળ કાર્યોનો સમાવેશ થાય છે. સ્કેમર્સ શરૂઆતમાં વિશ્ર્વાસ કેળવવા માટે નાની રકમ ચૂકવે છે. પછી પીડિતોને વધુ વળતરનું ખોટુ વચન આપીને મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરે છે. આખરે, જ્યારે છેતરપીંડી કરનારાઓનો સંમ્પર્ક નથી થતો ત્યારે પીડીતોને ખ્યાલ આવે છે. તેઓ સાથે છેતરપીંડી કરવામા આવી છે.
11) ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ગુગલમાં સર્ચ કરતા થતી છેતરપીંડી :- ગુગલમાં સર્ચ કરતા ભળતા નામથી ખોટી વેબસાઈટ બનાવી, કોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી છેતરપીંડી કરે છે.
12) ન્યુડ વીડિયો કોલ દ્વારા બ્લેકમેલ :- ગઠિયાઓ ન્યુડ બની વીડિયો કોલ કરી સામેની વ્યક્તિને ન્યુડ થવા ફરજ પાડે છે. સ્ક્રીન રેકોડીંગ એપ્લિકેશનથી વીડિયો રેકોર્ડ કરે છે પછી ન્યુડ વીડિયો તમારા ફ્રેન્ડ્સને મોકલવાની ધમકી આપી નાણાની માંગણી કરે છે.
13) ઓએલએક્સ પર વસ્તુ વેચાણ :- એએલએક્સ પર સાયબર ગઠિયાઓ વેચનાર બની વસ્તુની સસ્તી કિંમતની જાહેરાત મુકે છે અને ખરીદનાર બની ઉંચા ભાવે વસ્તુ ખરીદવા તૈયાર થાય છે. નાણાની ચુંકવણી કરવા માટે આર્મી મેનની ઓળખ આપી વિશ્ર્વાસમાં લે છે. તેમજ પે રિક્વેસ્ટનો ઉપયોગ કરી ક્યુઆર કોર્ડ મોકલી નાણાકીય છેતરપીંડી આચરે છે.
14) કેવાયસી અપડેટ :- કેવાયસી અપડેટ કરવાના બહાને બેંક ઓફિસરની ઓળખ આપી બેંક એકાઉન્ટને લગતી તમામ માહિતી મેળવી છેતરપીંડી
15) ઓનલાઈન ડેટીંગ બાદ ગિફ્ટ :- સાયબર ગઠિયાઓ ઓનલાઈન ડેટીંગ એપમાં મળ્યાબાદ એકબીજાને ગિફ્ટ આપવાની લાલચમાં છેતરપીંડી કરે છે.
16) લોટરી ઈનામ લગાવવાના બહાને થતી છેતરપીંડી:- સાયબર ગઠિયાઓ લોટરીની લોભામણી સ્કીમની લાલચ આપી છેતરપીંડી
17) લાઈટબીલના ઓનલાઈન ટ્રાન્જેક્શન :- નાગરિકોના મોબાઈલ નંબર મેળવી તમારુ ઈલેક્ટ્રીસીટી કનેક્શન કપાઈ જશે તેવો ડર બતાવી તેમજ પોતે બનાવેલ ઓનલાઈન લીંક મોકલી ડીટેઈલ મેળવી છેતરપીંડી કરે છે.
18) લગ્ન વિષયક લાલચ :- લગ્ન કરવા ઈચ્છુક લોકોનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને તેમનો વિશ્ર્વાસ કેળવી નાણા પડાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement