For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો

11:41 AM Dec 21, 2023 IST | Sejal barot
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો

ભાણવડ તાલુકાના ઘુમલી વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા તેમજ વિપુલભાઈ હેરભાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાં એક મંદિર પાસેથી પસાર થતી જી.જે. 32 કે. 9007 નંબરની વર્ના મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂૂની 202 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂૂ. 61,600 ની કિંમતના પરપ્રાંતિય શરાબ તથા રૂૂપિયા સાડા ચાર લાખની કિંમતની કાળા કલરની વર્ના મોટરકાર ઉપરાંત રૂૂ. 3,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી, કુલ રૂૂપિયા 5,14,600 ના મુદ્દામાલ સાથે ખંભાળિયા તાલુકાના બજાણા ગામના રહીશ જયદીપ ભીખાભાઈ ભાદરકા (ઉ.વ. 30) અને નાઘેડી ગામના જયદીપ ઉર્ફે દીપુડો લાખાભાઈ લગારીયા (ઉ.વ. 24) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ ખુલતા પોલીસે હાલ તેને ફરાર ગણી, પ્રોહિબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement