For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં મોબાઈલ શોપનો સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા

12:19 PM May 10, 2024 IST | Bhumika
જેતપુરમાં મોબાઈલ શોપનો સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા
Advertisement

જેતપુરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેતપુરના બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. બોખલા દરવાજા પાસે જૂની જર્જરીત ઇમારતમાં મોબાઇલની દુકાન આવેલી હતી, જેનો સ્લેબનો ભાગ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. મળથી વિગતો પ્રમાણે આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં મોબાઇલની દુકાન વાળો ભાગ નીચે તૂટી પડતા એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. દુકાનના સ્લેપનો ભાગ નીચે પડતા નીચે સોડા શોપની દુકાન તેમજ રેકડીને નુકસાન થયું છે. જ્યારે દુકાન નીચે ઊભેલી એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્લેબનો એક્સાઇડનો ભાગ તૂટી પડતા મોબાઇલનો સામાન પણ નીચે પડયો હતો. તમને જણાવી દઈએ કે, મુસ્તાક વજીદભાઈ પરમાર (ઉ.વ.40) નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.

Advertisement

ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યા સારવાર શક્ય ન બનતા વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જર્જરીત ઇમારતનો કાટ માળ હજુ પણ નીચે પડે તેવી સ્થિતિ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ઘટના બન્યા બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે કોની બેદરકારી છે તે મામલે હજી કોઈ વિવગો સામે આવી નથી. જોકે, ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિની હાલત વઘારે ગંભીર હોવાથી તેને જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement