For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાગેડુ નિરવ મોદીને વધુ એક ફટકો, યુકે કોર્ટે પાંચમી જામીન અરજી ફગાવી

11:27 AM May 08, 2024 IST | Bhumika
ભાગેડુ નિરવ મોદીને વધુ એક ફટકો  યુકે કોર્ટે પાંચમી જામીન અરજી ફગાવી
Advertisement

અદાલતે અગાઉ તેમનો બંગલો વેચવા હુકમ કર્યો હતો

Advertisement

પંજાબ નેશનલ બેંક કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ભાગેડુ નીરવ મોદીને યુનાઇટેડ કિંગડમની એક કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નીરવ મોદીએ 16 એપ્રિલ 2024ના રોજ યુકેની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5મી વખત જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ 7 મે 2024ના રોજ સુનાવણી દરમિયાન તેને ફગાવી દેવામાં આવી હતી. નીરવ મોદીને લાંબી સજા થઈ હતી અને તે હજુ પણ કસ્ટડીમાં છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષે માર્ચમાં નીરવ મોદીને લંડન હાઈકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો હતો. કોર્ટે લંડનમાં તેનો બંગલો વેચવાની મંજૂરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો સેન્ટ્રલ લંડનના મેરીલેબોનમાં છે. તેનો પરિવાર તેમાં રહે છે.

કોર્ટે કહ્યું કે આ બંગલો 5.25 મિલિયન બ્રિટિશ પાઉન્ડથી ઓછી કિંમતમાં વેચવામાં આવશે નહીં. આ એ જ બંગલો છે જે નીરવ મોદીએ વર્ષ 2017માં એક ટ્રસ્ટને આપ્યો હતો.

કોર્ટે ભાગેડુ નીરવ મોદીને જે બંગલો વેચવાનો આદેશ આપ્યો હતો, તે બંગલો તેણે વર્ષ 2017માં એક ટ્રસ્ટને આપ્યો હતો. આ કેસમાં ઊઉ વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા હતા, જ્યારે નીરવ મોદી ઓનલાઈન જોડાયેલા હતા. કારણ કે નીરવ મોદી હાલમાં બ્રિટનની થેમસાઈડ જેલમાં બંધ છે. સિંગાપોરની એક કંપની ટ્રાઇડેન્ટ ટ્રસ્ટ પણ આ કેસમાં દાવેદાર છે.

નીરવ મોદી ઙગઇ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને મની લોન્ડરિંગ કેસનો મુખ્ય આરોપી છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ તેની સામે અનેક કેસ દાખલ કર્યા છે અને તેને દિલ્હી લાવવાની કોશિશ પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકમાંથી લગભગ 14 હજાર કરોડ રૂૂપિયાની લોન લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement