For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક પૂરપાટ દોડતી કારની ઠોકરે એકનું મૃત્યુ: ત્રણ ઇજાગ્રસ્ત

10:58 AM Jun 11, 2024 IST | Bhumika
દ્વારકા નજીક પૂરપાટ દોડતી કારની ઠોકરે એકનું મૃત્યુ  ત્રણ ઇજાગ્રસ્ત
Advertisement

  દ્વારકા નજીકના કુરંગા ગામ પાસેથી રાત્રિના સમયે પુરપાટ વેગે પસાર થતી એક અર્ટીગા કારના ચાલકે આ માર્ગ પર રહેલા સાત જેટલા લોકોને અડફેટે લેતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.  આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલી ખોડીયાર હોટલની સામે રહેલા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક પસાર થઈ રહેલી જી.જે. 35 એન. 4295 નંબરની એક અર્ટીગા મોટરકારના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી, અને પોતાની કાર પરનો કાબૂ ગુમાવી દેતા રોડની એક તરફ ઊભેલા આશરે સાત જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા હતા.  આ જીવલેણ અકસ્માતમાં ધવલસિંહ સુમણીયા નામના એક વ્યક્તિને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે ઈજાગ્રસ્ત એવા રાયદેભાઈ વજશીભાઈ સુવા (ઉ.વ. 22, રહે. નંદાણા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અર્ટીગા કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (એ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.

"તું મારા ભાઈને બગાડે છે" કહીને ખંભાળિયાના યુવાન ઉપર બે શખ્સો દ્વારા હુમલો

   ખંભાળિયામાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા આમીન રજાકભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ નામના 18 વર્ષના મકરાણી મુસ્લિમ યુવાનને અત્રે સંજયનગર વિસ્તારમાં રહેતા સાજીદ રફીકભાઈ સમા અમે ટકો રફીકભાઈ સમા નામના બે શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યાની તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી આમીન તથા આરોપી સાજીદના ભાઈ વચ્ચે મિત્રતા હોય તે દરમિયાન આરોપી સાજીદે આમીન અને કહેલ કે "તું મારા ભાઈને બગાડે છે" તેમ કહ્યા બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

ખંભાળિયા, ભાણવડમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

Advertisement

  ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા અશોક ભીમશીભાઈ ચાવડા નામના 27 વર્ષના શખ્સને પોલીસે મોડી રાત્રીના સમયે હાઈવે પર મઢુલી હોટલ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા પાંચ લાખની કિંમતની જી.જે. 37 જે. 9845 નંબરની કિયા સોનેટ મોટરકાર ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.   અહીંના સલાયા ચોકડી વિસ્તારમાંથી પોલીસે બેરાજા ગામના વિજય રમેશભાઈ હરિયાણી (ઉ.વ. 26) ને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 20,000 ની કિંમતના મોટરસાયકલ પર ડ્રાયવિંગ લાયસન્સ વગર નીકળતા તેમજ ભાણવડ પોલીસે જંબુસર ગામના સ્મશાન પાસેથી જંબુસર ગામના ચકુભાઈ બાબુભાઈ મેથાણીયા (ઉ.વ. 35) ને પીધેલી હાલતમાં રૂ. 30,000 ની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ પરથી ઝડપી લીધો હતો.
Advertisement
Tags :
Advertisement
Advertisement