For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક કા તીન કૌભાંડના આરોપીને CIDએ પંદર વર્ષે ઝડપી લીધો

12:02 PM May 04, 2024 IST | Bhumika
એક કા તીન કૌભાંડના આરોપીને cidએ પંદર વર્ષે ઝડપી લીધો
Advertisement

રાજસ્થાનના જુદા-જુદા શહેરોમાં મજૂરીકામ કરતો હતો, સરકારે 20 હજારનું ઇનામ રાખ્યું હતું

Advertisement

મહાઠગ અશોક જાડેજા એન્ડ કંપનીએ શરૂ કરેલા એક કા તીન કૌભાંડમા એક ચોક્ક્સ સમાજના હજારો લોકોના કરોડો રૂૂપિયા ડુબ્યા હતા. અશોક જાડેજાનો એટલો ક્રેઝ હતો કે લોકો રૂૂપિયા રોકવા માટે પણ કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેતા હતા. જાડેજાએ લોકોના કરોડો રૂૂપિયા ઉઘરાવીનું કૌભાંડ કર્યું હતું. આ કેસમાં તે લાંબા સમય સુધી કસ્ટડી અને જેલમાં રહ્યો હતો. જોકે જાડેજા માટે રાઉન્ડ ધી ક્લોક રૂૂપિયા ઉઘરાવતા 34 એજન્ટો પૈકી છેલ્લા 15 વર્ષથી ભાગતા ફરતા એજન્ટ કિશોર ઉર્ફે મકોડી ભીખાભાઇ સાંસીને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. કિશોર પર સરકારે 20 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

લગભગ 15 વર્ષ પહેલા સરખેજ મકરબામાં અશોક જાડેજાએ જય માડીના નામે એક કા તીન કૌભાંડ શરૂૂ કર્યું હતું.તે રૂૂપિયા લઇ અઠવાડિયામાં ડબલ કે ત્રણ ઘણા કરી આપતો હતો. જેને પગલે લોકો તેના પાસે રૂૂપિયા રોકતા હતા. અશોક જાડેજાના પ્રભાવમાં આવી ગયેલા લોકો તેની પાસે પૈસા રોકવા માટે પણ કતારોમાં ઊભા રહેતા હતા. શરૂૂ કરાયેલા કલકેશન સેન્ટરો 24 કલાક ધમધમતા રહેતા હતા અને 34 એજન્ટો રૂૂપિયા લઇને ચિઠ્ઠી આપતા હતા. તેવી રીતે રૂૂપિયા થોડા દિવસો સુધી ચૂકવાયા પણ હતા. આખરે કરોડો રૂૂપિયાનું કલેકશન થઇ જતાં અશોક જાડેજાએ કૌભાંડ કર્યું તેણે કરોડોની જમીનો, ગાડીઓ અને સોનું લઇ લીધું હતું. પોલીસે તેની ધરપકડ કરી હતી.

તેની સામે સંખ્યાબંધ ગુના નોંધાયા હતા. હવે તેના માટે એજન્ટ તરીકે કામ કરતો કિશોર ઉર્ફે મકોડી ભીખાઆઇ સાંસી (છારા)(રહે. બલોતરા શહેર રાજસ્થાન) પોલીસની તપાસ શરૂૂ થતાં ભાગી ગયો હતો. તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેને શોધવા કવાયત પણ કરી હતી. જોકે કિશોર રાજસ્થાનમાં જુદા જુદા શહેરમાં ફરીને છૂટક મજૂરી કામ કરતો હતો. ત્યારે જ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર સિંધવની ટીમને બાતમી હતી કે તે રાજસ્થાન છે. તરત જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement