For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના વીરપર નજીક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

11:55 AM Jun 13, 2024 IST | admin
મોરબીના વીરપર નજીક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત
Advertisement

વૃક્ષને પાણી પીતા વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડાયો

રાજકોટ મોરબી હાઈવે પર વીરપર ગામ નજીક ટેન્કર પાછળ ક્ધટેનર ટ્રક ઘુસી ગયો હતો જે અકસ્માતમાં બિહારના યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Advertisement

ટંકારા નજીક મોરબી રાજકોટ હાઈવે પર વીરપર ગામ પાસે ટેન્કર હાઈવે પર વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યું હોય ત્યારે પાછળથી આવતું ટ્રક ક્ધટેનર ટેન્કર પાછળ ઘુસી ગયું હતું જે અકસ્માતમાં ક્ધટેનર ટ્રકની કેબીનનો બુકડો બોલી ગયો હતો જે અકસ્માતમાં બિહારના વતની ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાય (ઉ.વ.42) નામના યુવાનનું મોત થયું હતું તો વૃક્ષને પાણી પીવડાવી રહેલ એક વ્યક્તિને પણ ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોરબી ખસેડાયો હતો ટંકારા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. (તસવીર : યોગેશ પટેલ)

Advertisement
Tags :
Advertisement
Advertisement