For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવસારી, અમરેલી સહિતના આ જિલ્લાઓમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

11:01 AM Jun 05, 2024 IST | Bhumika
નવસારી  અમરેલી સહિતના આ જિલ્લાઓમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે વરસાદ  હવામાન વિભાગે કરી આગાહી
Advertisement

હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગઈ કાલે સાંજે કરેલી આગાહી અનુસાર 8 જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.

તો 9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

10 જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ત્યારે 11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement