For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રથમ દિવસે શેરબજાર નરમ, સેન્સેક્સ-નિફ્ટી રેડઝોનમાં ખૂલ્યા

11:16 AM Jan 01, 2024 IST | Sejal barot
પ્રથમ દિવસે શેરબજાર નરમ  સેન્સેક્સ નિફ્ટી રેડઝોનમાં ખૂલ્યા

ભારતીય શેરબજારમાં નવા વર્ષનો ઘટાડા સાથે પ્રારંભ થયો છે અને સેન્સેકસ- નિફટી ઘટાડા સાથે ખુુલ્યા હતા. વર્ષ 2023 તેજીૂનું ગયા બાદ આ વર્ષે પણ લોકસભાની ચુંટણીના કારણે બજારમાં તેજી રહેવાની આશા છે પરંતુ આજે પ્રથમ દિવસે બજાર ઘટાડા સાથે ખુલ્યુ છે.
આજના કારોબારમાં સેન્સેકસે શુક્રવારના 72240ના બંધ સામે આજે 12 પોઇન્ટ ઘટીને 72218 પર ખુલ્યા બાદ 208 પોઇન્ટ ઘટીને 72032 સુધી પહોંચી ગયો હતો. બાદમાં કારોબારમાં નબળાઇ યથાવત જોવા મળી હતી. નિફટી પણ શુક્રવારના 21731ના બંધ સામે લગભગ ફલેટ રહી 21727 પર ખુલી હતી. બાદમાં 48 પોઇન્ટ તુટીને 21700નું લેવલ તોડતા 48 પોઇન્ટ ઘટીને 21684 સુધી પહોંચી ગઇ હતી.
આજે નિફટીમાં ઘટનારા શેરોમાં ઓટોમોબાઇલ સેગમેન્ટમાં આઇસર મોટર, મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા, બજાર ઓટો ઉપરાંત ભારતીય એરટેલ સહીતના શેરો હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement