For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન! રાહુલ ગાંધીએ મોટું કૌભાંડ થયાનો લગાવ્યો આરોપ

06:19 PM Jun 06, 2024 IST | Bhumika
પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન  રાહુલ ગાંધીએ મોટું કૌભાંડ થયાનો લગાવ્યો આરોપ
Advertisement

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું હતું. 1 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા બાદ શેરબજારે 3 જૂને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 4 જૂને પરિણામ આવ્યા બાદ શેરબજાર તૂટ્યું હતું. આ અંગે રાહુલ ગાંધીએ મોટા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવો જોઈએ. . 1 જૂનના રોજ મીડિયા ખોટા એક્ઝિટ પોલ જાહેર કરે છે. ભાજપના આંતરિક સર્વેમાં 220 બેઠકો આવી રહી હતી, એજન્સીઓએ 200થી 220 બેઠકો પણ જણાવી હતી.

રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો, "પીએમએ જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી? અમિત શાહે લોકોને શેર ખરીદવાનું કેમ કહ્યું? જો ભાજપ અને આ વિદેશી રોકાણકારો વચ્ચે કોઈ જોડાણ છે, તો તે શું છે…. અમે તેની JPC તપાસની માંગ કરીએ છીએ.

Advertisement

કોંગ્રેસ નેતાએ કહ્યું, "આ મામલો ઘણો મોટો છે. તે અદાણી સાથે સંબંધિત છે, પરંતુ તે ખૂબ જ મોટો મુદ્દો છે. તે સીધો વડાપ્રધાન સાથે સંબંધિત છે. ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોએ આ કૌભાંડ કર્યું છે. અમે જાણવા ઈચ્છીએ છીએ કે તેમની અને એક્ઝિટ પોલ કરાવનારાઓ વચ્ચે કોઈ સંબંધ હતો કે કેમ, અમને લાગે છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન આમાં સીધા સામેલ છે, તેથી અમે જેપીસી તપાસ ઈચ્છીએ છીએ."

રાહુલ ગાંધીએ કહ્યું, "આમાં ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ રોકાણકારોને આ સંદેશ આપ્યો છે કે તમે શેરો ખરીદો. તેમની પાસે માહિતી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી, તેથી તેઓએ આ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે 30 લાખ કરોડનું નુકસાન થયું છે અને સત્તામાં રહેલા લોકોને ફાયદો થયો છે, તેથી અમે જેપીસી તપાસની માંગણી કરીએ છીએ.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "અમે જનતાને વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ કે અહીં એક કૌભાંડ થયું છે. અહીં વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ સંકેત આપ્યા છે. સત્ય એ છે કે અમે જેપીસી કરાવીશું. વિપક્ષમાં ઘણી તાકાત છે અને સંસદમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement