For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૈત્ર નવરાત્રિના પહેલા જ દિવસે શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર, Sensex પહેલીવાર 75000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

10:32 AM Apr 09, 2024 IST | Bhumika
ચૈત્ર નવરાત્રિના પહેલા જ દિવસે શેરબજાર ઓલ ટાઈમ હાઈ લેવલ પર  sensex પહેલીવાર 75000ને પાર  નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ

Advertisement

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આજે સેન્સેક્સ 75,124.28 પોઈન્ટ પર ખુલીને નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે.આ ઉપરાંત NSE નિફ્ટીમાં પણ પોઝિટીવ વલણ જોવા મળ્યું છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રથમ વખત 75,000ના આંકને રેકોર્ડ સ્તરને પાર કર્યો હતો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ જેટની સ્પીડે આગળ વધ્યો હતો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.

આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું. BSE સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલ્યો અને આ તેનું ઓલટાઇમ હાઈ લેવલ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ સેન્સેક્સ સાથે ડગલું મળાવીને ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ નવી ટોચે પહોંચી ગયું. નિફ્ટીએ 22,765.10 ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, NSE નો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30 ના સ્તર પર બંધ થયો હતો.

Advertisement

શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત સાથે, જ્યારે 1,662 શેર્સમાં વધારો જોવા મળ્યો, ત્યાં 584 શેર્સ એવા હતા જેની શરૂઆત ઘટાડા સાથે લાલ નિશાન પર થઈ. 97 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. જો આપણે સેન્સેક્સ વિશે વાત કરીએ, તો પ્રારંભિક ગતિ સતત બનેલી છે અને 15 મિનિટના ટ્રેડિંગ પછી, આ ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી થોડો સરકી ગયો છે અને 281.85 પોઇન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 75,024.35 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement