For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

OMG, 80 લાખ રૂપિયા ખર્ચીને આખા શરીરે બનાવ્યા ટેટૂ

12:42 PM Apr 02, 2024 IST | Bhumika
omg  80 લાખ રૂપિયા ખર્ચીને આખા શરીરે બનાવ્યા ટેટૂ

ટેટૂ ભલે દેખાવમાં ટ્રેન્ડી કે કૂલ લાગે, પણ એની પાછળ ટેટૂ-લવર્સ ઘણી પીડા સહન કરતા હોય છે. ઘણા તો આખા શરીર પર ટેટૂ કરાવતા હોય છે. કેનેડાના એક ભાઈ ટેટૂના એટલા દીવાના છે કે તેમના શરીર પર બહુ ઓછો ભાગ એવો બચ્યો છે જ્યાં ટેટૂ ન હોય. રેમી નામના આ ભાઈનું કહેવું છે કે આખી બોડી પર ટેટૂ કરાવતી વખતે સૌથી વધુ પીડા તેના નિતંબની અંદર થઈ હતી! રેમીની ટેટૂ-યાત્રા 15 વર્ષ પહેલાં 2009માં દીકરાનું નામ ચીતરાવીને થઈ હતી. તેણે ચહેરાનો અમુક ભાગ, કાન, હથેળી અને પગના તળિયાને બાદ કરતાં આખા શરીરને ટેટૂથી ભરી દીધું છે. 2022 સુધીમાં તેણે ટેટૂ-આર્ટ પાછળ લગભગ 1 લાખ ડોલર (80 લાખ રૂૂપિયા) ખર્ચી નાખ્યા છે. રેમીનું કહેવું છે કે તે પીડાથી ડરતો નથી અને તેણે એવી જગ્યાએ પણ ટેટૂ કરાવ્યાં છે જે લોકોને દેખાય પણ નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement