For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચુનારાવાડમાં જૂની અદાવતમાં મધરાત્રે બઘડાટી: બંને પક્ષે બે યુવકને ઇજા

04:45 PM May 09, 2024 IST | Bhumika
ચુનારાવાડમાં જૂની અદાવતમાં મધરાત્રે બઘડાટી  બંને પક્ષે બે યુવકને ઇજા
Advertisement

બાઇક લઇ ઘરે ધસી આવેલા શખ્સોએ અપહરણ કરી લઇ જઇ માર માર્યાનો આરોપ

શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં મધરાત્રે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષે સામ સામે બે યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જુની અદાવતમાં બાઇક લઈને આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કરી ચુનારાવાડ ચોકમાં લઈ જઈ માર માર્યો હોવાનો એક પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજમોતી મીલ પાસે રહેતો રોહિત વિજયભાઈ સોલંકી નામનો 23 વર્ષનો યુવાન ચુનારાવાડ ચોકમાં હતો ત્યારે બાદલ, ઘનો અને કમલ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં મહેશ રસિકભાઈ ચુડાસમા (ઉ.વ.24) ઉપર દિપો, રોહિત અને કનો નામના શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મહેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે જૂની અદાવતમાં હુમલો કરી માર માર્યો હતો. જ્યારે રોહિત સોલંકીએ આક્ષેપક કરતા જણાવ્યું હતું કે તે પોતાના ઘરે હતો ત્યારે હુમલાખોર શખ્સો તેના ઘરે આવ્યા હતા અને જુની અદાવતનો ખાર રાખી બાઇકમાં અપહરણ કરી ચુનારાવાડ ચોકમાં લઈ જઇ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement