For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલમાં રૂા.40નો વધારો : સિંગતેલના ડબ્બાનો ભાવ રૂા.2560ને આંબી ગયો

02:08 PM Jun 29, 2024 IST | admin
તેલમાં રૂા 40નો વધારો   સિંગતેલના ડબ્બાનો ભાવ રૂા 2560ને આંબી ગયો
Advertisement

ઓઈલમિલોમાં પિલાણ બંધ થતાં કિંમત પર પડેલી અસર

સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂૂઆત થઈ ગઈ છે અને સૌરાષ્ટ્રના અનેકભાગોમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે ઓઈલમીલોમાં પિલાણ બંધ થઈ જવાને કારણે તેની અસર બજારમાં તેલના ભાવો પર પડી છે. સિંગતેલ, કપાસિયા, પામઓઈલ, સોયાતેલના ભાવમાં એવરેજ 30થી 40 રૂૂપિયાનો ભાવવધારો થઈ ગયો છે. આગામી દિવસોમાં પણ ભાવો વધતા રહેશે તેવી શકયતા વેપારીવર્ગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

Advertisement

ચાલું વર્ષે મગફળીના સારા ઉત્પાદનના કારણે પિલાણ પણ સમય કરતા વહેલા શરૂૂ થઈ ગયું હતું અને ભાવ પણ દબાયેલા રહ્યા હતા પણ હવે ચોમાસાની શરૂૂઆત થઈ જતા ઓઈલમીલોમાં મગફળી અને કપાસિયાનું પિલાણ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને કારણે બજારની માંગ પ્રમાણે પુરવઠાની સપ્લાય ન થતા ભાવો ઉંચકાયા છે. ચાર દિવસ પહેલા સિંગતેલના ભાવ 15 કિલો ડબ્બાના 2530 રૂૂપિયા હતા. તે આજે વધીને 2560 રૂૂપિયા થઈ ગયા છે.

તેવી જ રીતે કપાસિયા તેલના ભાવ 1660 રૂૂપિયા હતા. તે 1690 રૂૂપિયા થઈ ગયા છે. આવી જ રીતે પામઓઈલનો ભાવ 1650 રૂૂપિયા હતો. તે વધીને 1670 રૂૂપિયા થઈ ગયો છે અને સોયાતેલનો ભાવ 1670 રૂૂપિયા હતો. તે વધીને 1700 રૂૂપિયા થઈ ગયા છે.

આમ એવરેજ સિંગતેલ અને કપાસિયા, પામઓઈલ, સોયાતેલના ભાવમાં એવરેજ 20થી 40 રૂૂપિયા સુધીનો ભાવવધારો થયો છે. ગુંદાવાડી માર્કેટના અનાજ-કરિયાણાના હોલસેલ વેપારી મૂકેશભાઈ તન્નાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તહેવારની મોસમ આવી રહી છે ત્યારે ફરીને તમામ પ્રકારના તેલોના ભાવોમાં વધારો જોવા મળશે. આ ઉપરાંત તમામ પ્રકારની દાળ, ચણાનો લોટ અને કઠોળના ભાવમાં વધારો થશે તે નકકી છે. ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારમાં ચણાના લોટની ભારે ડિમાન્ડ રહેતી હોય તેથી તેમાં પણ ભાવવધારો થશે તે નકકી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement