For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEET-GCAS મુદ્દે સૌ.યુનિ.માં NSUIનું હલ્લાબોલ

04:01 PM Jun 29, 2024 IST | admin
neet gcas મુદ્દે સૌ યુનિ માં nsuiનું હલ્લાબોલ
Advertisement

નીટ પરીક્ષામાં થયેલા કૌભાંડ અને રાજ્ય સરકારના જીસીએએસ પોર્ટલમાં છબરડાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદ સાથે આજે એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરવામા આવ્યો હતો. કેમ્પસમાં હવન કરાયો હતો. અને કુલપતિની ચેમ્બર બહાર ધરણા કરી રામધુન બોલાવવામાં આવી હતી.

NEETમાટે રજિસ્ટ્રેશન 9/02/2024 થી 9/03/2024 જે પાછળથી ખાસ કિસ્સામાં 16/03/2024 રજિસ્ટ્રેશન વિન્ડો ખોલવામાં આવી ? NEETપરિણામ 10 દિવસ પહેલા આપવા પાછળ NTAસત્તાધીશો કેમ જવાબ આપતા નથી ? લોકસભાના પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરીને NEETના પરિણામની ગેરરીતી-ગોટાળા છુપાવવાની યોજના કોણે ઘડી ? પરીક્ષા પે ચર્ચા કરતા પ્રધાનમંત્રી ર4 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનારી NEETમાટે ક્યારે ચર્ચા કરશે? ગઝઅએ સુપ્રિમકોર્ટમાં નોર્મલાઈઝેશનની આપેલી પ્રથમ વખતના જવાબની થિયરી કોના ફાયદા માટે અને કોના બચાવ માટે હતી ? સમગ્ર NEETમાં થયેલ ગેરરીતિ, ગોલમાલ, પેપરલીક સહિતની બાબતોની સુપ્રિમકોર્ટના દેખરેખ હેઠળ ફોરેન્સીક તપાસ થાય તેવી અમારી માંગણી કરે છે.

Advertisement

આ ઉપરાંત વર્તમાન પરસ્થિતિમાં બીજો મુદ્દો ગુજરાતમાં GCAS Portal દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કોર્સમાં થઈ રહેલી પ્રવેશ પ્રક્રિયાને કારણે રાજ્યની ખાનગી કોલેજ તથા યુનિવર્સિટી ને ખૂબ પ્રોત્સાડન મળી રહ્યું છે. બીજી તરફ સરકારી યુનિવર્સિટી તેમજ અરરશહશફયિંમ ભજ્ઞહહયલયતમાં લગભગ નહિવત પ્રમાણમાં પ્રવેશ થઈ રહ્યા છે. પરિણામે રાજ્યના આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થઈ રહ્યો છે. ન્યાયની માંગ સાથે વિરોધપ્રદર્શન કરતા એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી, યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રદીપ ગેડિયા, રવિ જીતીયા, અંકિત સોંદરવા, ગૌરવ ખીમસુરિયા, સમીર ચૌહાણ, બ્રિજરાજસિંહ રાણા, આર્યન કનેરિયા, રિયાઝ સુમરા સહિતની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement