For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEET કૌભાંડના વિરોધમાં NSUIનો ચક્કાજામ, 10ની અટકાયત

04:37 PM Jun 14, 2024 IST | Bhumika
neet કૌભાંડના વિરોધમાં nsuiનો ચક્કાજામ  10ની અટકાયત
Advertisement

ટીંગાટોળી કરતા પોલીસ સાથે ઘર્ષણ: તપાસ ગઝઅના બદલે ઈઇઈંને સોંપવા માંગ

Advertisement

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલ નીટની પરીક્ષામાં છબડા અને કૌભાંડ ઉજાગર થતા તેની તપાસ એનટીએને સોંપવા રાજકોટ અનેએસયુઆઇ દ્વારા કિસાનપરા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તપાસ એનટીએના બદલે સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગ સાથે રસ્તા રોકતા પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અને એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીત 10 જેટલા વિદ્યાર્થી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં એનટીએ દ્વારા લેવામાં આવતી નીટ યુજીની પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં 75 ટકા ટોપર્સ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ આપવામાં આવેલ છે. તદુપરાંત 6 ટોપર્સ તો એવા છે કે જે એક જ પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપે છે જે અશકય બાબત છે. એનટીએ દ્વારા જાણી જોઇને 4 જુન એટલે કે લોકસભા ચુંટણીના રિઝલ્ટના દિવસે જ રાખવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓનો વિરોધ દબાવી શકાય અને વધુ હંગામો ન થાય.

આ ઉપરાંત ગોધરામાં ભાજપ નેતા દ્વારા નીટો પરીક્ષાનું 10-10 લાખ રૂપીયા લઇ કૌભાંડ બહાર આવ્યું હતું. વિદ્યાર્થી સંગઠન તીકે અમારી બે માંગે છે. આ પરીક્ષા રદ કરી નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમજ સીબીઆઇ દ્વારા આ સમગ્ર કૌભાંડની તપાસ કરી દોષિત તમામને વધુમાં વધુ સજા આપવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement