For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશીલા પદાર્થના ધંધામાં હવે મહિલાઓએ ઝંપલાવ્યું : ઉપલેટામાંથી બે મહિલા ઝડપાઈ

12:44 PM Jun 06, 2024 IST | Bhumika
નશીલા પદાર્થના ધંધામાં હવે મહિલાઓએ ઝંપલાવ્યું   ઉપલેટામાંથી બે મહિલા ઝડપાઈ
Advertisement

ધોરાજીથી ગાંજો લઈ આવ્યાની કબૂલાત : એક કિલો ગાંજો એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થના ધંધાર્થીઓએ પોતાનું નેટવર્ક ગામડાઓ સુધી પહોંચાડ્યું છે. યુવા પેઢીને નશાના રવાડે ચડાવી બરબાદ કરી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે હવે નશીલા પદાર્થના ધંધામાં મહિલાઓ પણ પુરુષની સમોવડી બની રહી છે. ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનો જથ્થો લાવી છુટક વેચાણ કરતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી એક લાખનો એક કિલો ગાંજો કબ્જે કરી પુછપરછ કરતા ધોરાજીથી એક્ટિવામાં નશીલા પદાર્થમાં જથ્થો લઈ આવવાની કબુલાત આપી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં ગાંજાનો જથ્થાનું વેચાણ થતું હોવાનું એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં ધોરાજી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક્ટિવામાં નિકળેલી નઝમાબેન ઉર્ફે રૂક્સાર ઉર્ફે ઘુઘી જમીરભાઈ બાદસાહ ઉ.વ.25 અને સલમાબેન રફીકભાઈ શેખ ઉ.વ.37ને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી રૂા. 10,910ની કિંમતની 1.091 કિ.ગ્રા. વનસ્પતી ગાંજાનો જથ્થો મળી આવતા એક્ટિવા એન ગાંજાનો જથ્થો મળી 90,910નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પુછપરછમાં નઝમા ઉર્ફે રૂક્સારના પતિ જમીર બાદસાહ અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાઈ ચુક્યો છે અને છુટક ગાંજાનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોય તેના પર પોલીસની અવાર નવાર વોચ રહેતી હોય તેના કારણે ગાંજાનો ધંધો તેની પત્ની નઝમાએ સંભાળી લીધો હતો અને છુટક ગાંજાનો જથ્થો લાવી બંધાણીઓને પુરો પાડતી હોવાનું બહાર આવ્યું છે.

વધુમાં જણાવ્યા પ્રમાણે બન્ને મહિલા ધોરાજીથી ગાંજાનો જથ્થો એક્ટિવામાં લઈ આવી હતી. આ કામગીરી એસઓજીના પીએસઆઈ બી.સી. મીયાત્રા સહિતના સ્ટાફે કરી ઉપલેટા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ ભાયાવદરના પીએસઆઈ આર.વી. ભીમાણીને સોંપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement